Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઉમરપાડા તાલુકાના બિલવાણ ખાતે આદર્શ નિવાસી કન્યા શાળાના નવા ભવનનું ખાતમુહૂર્ત કરાયું.

Share

સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના બિલવાણ ખાતે રાજ્યના આદિજાતિ વિકાસ વિભાગ, ગાંધીનગર દ્વારા રૂ.૩૨ કરોડના ખર્ચે સાકાર થનાર આદર્શ નિવાસી કન્યા શાળાના નવા ભવન, કન્યા છાત્રાલય અને સ્ટાફ ક્વાર્ટર્સનું ધારાસભ્ય ગણપતસિંહ વસાવાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ગણપતસિંહ વસાવાએ જણાવ્યું હતું કે,બિલવાણની આદર્શ નિવાસી કન્યા શાળા આદિજાતિ દીકરીઓના ઉજ્જવળ ભવિષ્યની કેડી કંડારવામાં મહત્વનું યોગદાન આપશે. આ શાળામાં ધો.૯ થી ૧૨ ની ૩૨૦ દીકરીઓ નિવાસ અને અભ્યાસ કરી શકશે, જેઓ તેમના પરિવાર, સમાજ, રાજ્ય અને રાષ્ટ્રના વિકાસમાં સહભાગી બનશે. આગામી સમયમાં ઉમરપાડા તાલુકામાં રૂ.૨.૫૦ કરોડના ખર્ચે અદ્યતન આદિવાસી ભવન નિર્માણ પામશે એમ જણાવતાં રાજ્ય સરકારે તાજેતરમાં ઉમરપાડા તાલુકામાં અંદાજિત રૂ.૭ કરોડના નવા રસ્તા, પુલો સહિતના જનસુવિધા વધારતા વિકાસકામો મંજૂર કર્યા છે, જેની કામગીરી ટૂંક સમયમાં પ્રારંભ કરવામાં આવશે એ.વસાવએ હર્ષ સાથે ઉમેર્યું હતું.

વસાવાએ વધુમાં જણાવ્યું કે, અંબાજીથી ઉમરગામ સુધીના આદિવાસી વિસ્તારમાં રાજય સરકારે અનેકવિધ વિકાસકામોની હારમાળા સર્જી છે. આદિવાસી કિસાનો, વિદ્યાર્થીઓ, મહિલાઓ અન્ય વિકસિત સમાજની હરોળમાં ઉભા રહી શકે તે માટે તેમને શિક્ષણ, આરોગ્ય અને માળખાકીય સુવિધાઓ પૂરી પાડી છે, પરિણામે પછાત વર્ગ તરીકે ઓળખાતો આદિજાતિ સમાજ આજે રાજ્યના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યો છે. તેમણે રાજ્ય સરકારની વનબંધુ કલ્યાણ યોજના, વ્હાલી દીકરી યોજના, એકલવ્ય મોડેલ અને આદર્શ નિવાસી શાળાઓ સહિતની અનેકવિધ યોજનાઓ અને આદિજાતિ કલ્યાણલક્ષી પગલાંઓની વિગતો આપી હતી. નોંધનીય છે કે, નિવાસી શાળામાં પ્રત્યેક રૂમમાં ૮ કન્યાઓ રહી શકે તેવા એટેચ્ડ ટોયલેટ-બાથરૂમ સાથેના રૂમો નિર્માણ પામશે. શાળાના કેમ્પસમાં અદ્યતન કિચન, ભોજનાલય, રમત-ગમતનું મેદાન, બગીચો, પ્રાર્થના ખંડ, લેબોરેટરી, લાયબ્રેરી, સ્ટાફ ક્વાટર્સની સુવિધા ઉભી થશે.

આ પ્રસંગે ઉમરપાડા તાલુકા પંચાયત પ્રમુખ શારદાબેન ચૌધરી, કોસંબા એ.પી.એમ.સી. ચેરમેનશ્રી દિલીપસિંહ રાઠોડ, સુરતના મદદનીશ આદિજાતિ વિકાસ કમિશનર અનિતા નાયક, અગ્રણી સર્વશ્રી શ્યામસિંગભાઈ, ગંભીરભાઈ, ઈન્દુબેન, મોહનભાઈ, સરપંચ ગીતાબેન સહિત આદિજાતિ વિભાગના અધિકારીઓ, ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

વિનોદ મૈસુરીયા : વાંકલ


Share

Related posts

નેત્રંગ ખાતે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ સોશિયલ વર્ક અંતર્ગત રૂરલ કેમ્પનું આયોજન કરાયું.

ProudOfGujarat

વડોદરાના કરજણ તાલુકાના કલા શરીફ સ્થિત દરગાહમાં ચોરી થતા ચકચાર.

ProudOfGujarat

અંકલેશ્વર ની ચકચારી લૂંટ માં મનસુખ રાદડિયા પાર આઈ ટી નો સકજો…. જી આઈ ડી સી નોટીફાઈડ એરિયા પાસે સ્થાવર મિલકતો ની તપાસ લૂંટ ની રકમ અચાનક ઘટી શી રીતે ગઈ તેની પણ તપાસ..!!!!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!