Proud of Gujarat
FeaturedGujaratINDIA

બોરસદની શાળાના દિવ્યાંગ વિધ્યાર્થીએ જી મેઇનસ પરિક્ષા પ્રથમ પ્રયત્ને પાસ કરી.

Share

આણંદ જીલ્લાના બોરસદ ખાતે આવેલ હનીફા ઇંગ્લીશ મિડીયમ શાળાના મોહમ્મદરાશીદ પઠાણ નામના એક દિવ્યાંગ વિધ્યાર્થીએ જી મેઇનસ પરિક્ષા ૮૭.૨૯ ટકા સાથે પાસ કરતા આ વિધ્યાર્થી અભિનંદનને પાત્ર થયો હતો. આ દિવ્યાંગ વિધ્યાર્થી ધો.૧ થી જ આ શાળામાં અભ્યાસ કરે છે. વર્ષ ૨૦૨૨ ૨૩ માં લેવાયેલ જી મેઇનસ પરિક્ષામાં આ વિધ્યાર્થી સહિત કુલ પાંચ વિધ્યાર્થીઓ ઉચ્ચ ગુણ સાથે પાસ થતાં તેઓ હવે એનઆઇટી માં એડમિશન લેવા સક્ષમ હોવાનું જણાવાયું હતું. આ દિવ્યાંગ વિધ્યાર્થીએ વધારાની કોઇ કોચિંગ લીધા વિના આ પરિક્ષા ઉત્તીર્ણ કરી હતી. આ પ્રસંગે શાળાના ડાયરેક્ટર ઝુબેર ગોપલાની તેમજ પ્રિન્સિપાલ હરિન્દર ધિલોને આ દિવ્યાંગ વિધ્યાર્થી સહિત ઉત્તીર્ણ થયેલ તમામ વિધ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. વધુમાં જણાવાયું હતું કે આ વિધ્યાર્થી પઠાણ મોહમ્મદરાશીદને લોકોમોટિવ ડિસ-ઓર્ડરની બિમારી છે, અને તેના માટે બે વાર ઓપરેશન પણ થયેલ છે.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ

Advertisement

Share

Related posts

માંગરોળનાં કોસાડી ગામે નદી પર પ્રોટેક્શન વોલનું કામ અધૂરું મુકી કોન્ટ્રાક્ટર ફરાર.

ProudOfGujarat

रेस 3″ के गीत “पार्टी चले ऑन” के लिए एक साथ आये सलमान खान और मिका सिंह!

ProudOfGujarat

એલએન્ડટી ફાઇનાન્શિયલ સર્વિસિસની પ્લાનેટ એપ બે મિલિયન ડાઉનલોડ્સનું સીમાચિહ્ન હાંસલ કર્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!