Proud of Gujarat
FeaturedGujaratINDIA

અમદાવાદ શહેરમાંથી ગુમ થયેલ કિશોરીને શોધી કાઢી તેના વાલી વારસોને સોંપતી કાલોલ પોલીસ

Share

ગઈ તારીખ 17-10-2019 ના દિવસ સમય દરમ્યાન ડેરોલ સ્ટેશન વિસ્તારમાંથી માહિતી આધારે એક અજાણી છોકરી મળી આવતા તેની પૂછપરછ કરતાં તેણે પોતાનું નામ મહિમા મિતેષ મેકવાન ઉ.વ.17નું જણાવેલ અને વતન બાબતે પૂછતાં અમદાવાદ શહેરનું જણાવેલ અને આ નામની વ્યક્તિ ગુમ બાબતે તપાસ કરતા કરાવતા તા.16-10-2019 ના રોજ વટવા પોલીસ સ્ટેશન અમદાવાદ શહેર ખાતે ગુમ નોંધ દાખલ થયેલ હતી અને ફોટો વેરીફાય કરતાં સદર છોકરી મહિમા મિતેષ મેકવાન અમદાવાદ શહેર જણાઈ આવતા તેના વાલી વારસોના મોબાઈલ નંબર મેળવી તેના વાલી વારસોનો સંપર્ક કરી કાલોલ પો.સ્ટે.બોલાવેલ અને તેઓના પિતા મિતેષ મેકવાન આવતા તેમનું નિવેદન લઈ તેમને સોંપવામાં આવેલ છે આમ કાલોલ પો.સ્ટે.ના સિનિયર પો.સ.ઇ.શ્રી એચ.જી.ભરવાડ તથા પ્રો.પો.સ.ઇ.શ્રી. કે.એચ.કારેણા તથા પોલીસ સ્ટાફના માણસોએ અમદાવાદ શહેરમાંથી ગુમ થયેલ મહિમા મિતેષ મેકવાન ઉ.વ.17ને ડેરોલ સ્ટેશન વિસ્તારમાંથી શોધી કાઢી તેઓના વાલીવારસોનો સંપર્ક કરી તેઓને સોંપી પ્રસંસનીય સારી કામગીરી કરેલ છે.

Advertisement

Share

Related posts

ભરૂચ : કબીરવડ નર્મદા નદીમાં નાહવા પડેલા 4 યુવાનો ડૂબ્યા : 2 ના મોત, 2 લાપતા.

ProudOfGujarat

નેત્રંગની સગીરાને લગ્નની લાલચ આપી અપરહણ કરનાર ઈસમ દિલ્લીથી ઝડપાયો.

ProudOfGujarat

સુરેન્દ્રનગર : લીંબડી સેવા સદન ખાતે સંકલન સમિતિ ની બેઠક યોજાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!