Proud of Gujarat
GujaratFeaturedINDIA

અમદાવાદમાં BRTS માં ફરી લાગી ભીષણ આગ, પેસેન્જરો ના હોવાથી હાશકારો.

Share

અમદાવાદના મણિનગરમાં BRTS બસમાં ભીષણ આગની ઘટના બની હતી. પેસેન્જરો ના હોવાથી હાશકારો પણ થયો હતો. અમદાવાદના મણિનગર વિસ્તારમાં રેલવે સ્ટેશનની સામે પાર્ક કરેલી BRTS બસમાં અચાનક જ આગ લાગી ગઈ હતી. જોકે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી. આ બસ આરટીઓથી મણિનગર જઈ રહી હતી ત્યારે આ આગ લાગવાની ઘટના અચાનક જ બની હતી. ફાયર બ્રિગેડે વોટર કેનનનો ઉપયોગ કરીને આગ પર કાબુ મેળવ્યો હતો.

ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની બે ગાડીઓ ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. જોકે, સદનસીબે બીઆરટીએસ બસ પાર્ક કરેલી અને ખાલી હોવાથી કોઈ જાનહાનિ થઈ ન હતી. આગ લાગ્યા બાદ નાસભાગ મચી ગઈ હતી. સૂત્રો તરફથી મળતી વિગતો અનુસાર એન્જિનમાં આગ લાગતાની સાથે જ આગ ધીમે ધીમે ફેલાઈ હતી. ફાયર વિભાગને જાણ કર્યા બાદ તાત્કાલિક બે ફાયર ગાડીઓ ઘટના સ્થળે રવાના કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડની ટીમે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. બસ ખાલી હોવાથી કોઈ જાનહાની થઈ નથી.

Advertisement

આ પહેલા અમદાવાદના મેમન નગર BRTS બસ સ્ટેન્ડ પર BRTS બસમાં અચાનક આગ લાગી હતી. એન્જિનમાંથી ધુમાડો નીકળતો જોઈને બસ ડ્રાઈવરે મુસાફરોને બહાર કાઢ્યા હતા એ સમયે થોડી જ મિનિટોમાં બસમાં આગ લાગી હતી. આમ આગની ઘટનાઓ બીઆરટીએસમાં થોડા સમય પહેલા બન્યા બાદ આજે ફરીથી બની હતી.


Share

Related posts

અંકલેશ્વર વિધાનસભા મત વિસ્તારમાં ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા એ જનસભા સંબોધી.

ProudOfGujarat

વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની સર્વાનુમતે કરાઇ વરણી.

ProudOfGujarat

ભરૂચ : ગ્રામ પંચાયતની ચૂંટણીમાં રહાડપોરમાં રિકાઉન્ટીંગ કરવા કલેકટરને પાઠવ્યુ આવેદન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!