Proud of Gujarat
FeaturedINDIA

અમદાવાદમાં ACB એ 50 હજારની લાંચ લેતા બે કોન્સ્ટેબલને ઝડપ્યા

Share

વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના અરજી રૂમમાં એસીબીની ટીમે લાંચનું છટકું ગોઠવી મંગળવારે રૂ.૫૦ હજારની લાંચ લેતા બે કોન્સ્ટેબલને રંગે હાથ ઝડપી લીધા હતા. નાણાંકીય લેતીદેતીની અરજીમાં ફરિયાદી સામે કાર્યવાહી કરી લોકઅપમાં ના રાખવા માટે આરોપી કોન્સ્ટેબલોએ પૈસાની માંગણી કરી હતી. ફરિયાદીએ આ અંગે એસીબીને જાણ કરતા કાર્યવાહી કરાઈ હતી.

એસીબીએ રૂ.૫૦ હજારની લાંચની રકમ સ્વીકારનાર વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ રવિન્દ્રસિંહ લક્ષ્મણસિંહ ડાભી (ઉં,૩૦) અને હેડ કોન્સ્ટેબલ હરદેવસિંહ અમરસિંહ ઝાલા (ઉં,૫૧)ની ધરપકડ કરી હતી. એસીબીમાં થયેલી ફરિયાદ મુજબ ફરિયાદી વિરૂદ્ધ નાણાંકીય લેતીદેતી મામલે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં અરજી થઈ હતી. આ અરજી મામલે પોલીસે ફરિયાદી વિરૂદ્ધ ૧૫૧ કલમ હેઠળ કાર્યવાહી કરી હતી. આ કાર્યવાહી મુજબ ફરિયાદીને લોકઅપમાં ના રાખવા તેમજ તરત જ કોર્ટમાં રજૂ કરવા માટે બંને આરોપી પોલીસ કોન્સ્ટેબલોએ રૂ.૫૦ હજારની લાંચની માંગણી કરી હતી. હેડ કોન્સ્ટેબલ હરદેવસિંહનો કોન્સ્ટેબલ રવિન્દ્રસિંહ ડાભી રાઈટર હોવાનું તેમજ લાંચની રકમ તેણે સ્વીકારી હતી.

Advertisement

Share

Related posts

હોન્ડા કાર્સ ઈન્ડિયા અને બજાજ ફાઇનાન્સે આ તહેવારોની સિઝનમાં આકર્ષક ફાઇનાન્સિંગ સોલ્યુશન્સ ઓફર કરવા સહયોગ કર્યો

ProudOfGujarat

દાહોદ જીલ્લાના રુપાખેડા ગામ ઇસમ ની હત્યા નો ગણતરી ના દિવસોમાં ભેદ ઉકેલાયો ગેરકાયદેસર હથિયાર ના નાણાં ની લેતી દેતી મા હત્યા કરવામાં આવી હોવાનુ બહાર આવ્યુ

ProudOfGujarat

દહેજ વેલ્સપન કંપનીમાં કામદારો વિરોધ પ્રદર્શન નો મામલો : બે કામદારોનો વિરોધ પ્રદર્શનમાં હાજરી આપવા જતી વેળા સર્જાયો ગંભીર અકસ્માત એકનું મોત : બે ગંભીર ઈજાગ્રસ્ત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!