Proud of Gujarat
FeaturedGujaratINDIA

અમદાવાદના ગોમતીપુરમાં બિલ્ડીંગ ધરાશાયી થતાં 30 થી વધુ લોકો ફસાયાની આશંકા, રેસ્ક્યુ ઓપરેશન શરૂ

Share

અમદાવાદ શહેરમાં ગઈકાલે ભારે વરસાદ પડ્યો હતો અને આજે સવારથી જ વરસાદી માહોલ સર્જાયો છે ત્યારે શહેરના ગોમતીપુરમાં આવેલી એક બિલ્ડીંગ ધરાશાઈ થવાના સમાચાર મળી રહ્યા છે. સુત્રોમાંથી મળતી માહિતી મુજબ આ બિલ્ડીંગમાં અનેક લોકો ફસાયા હોવાની આશંકા લગાવાઈ રહી છે.

ગઈકાલે અમદાવાદ શહેરમાં જર્જરિત થયેલા મ્યુનિસિપલ કોર્પોરેશનના જુના સ્લમ ક્વાટર્સના બ્લોકની ગેલેરીનો ભાગ ધરાશાયી થયો હતો ત્યારે આજે આવી જ એક ઘટના બની છે જેમા એક બિલ્ડીંગ ધરાશાઈ થઈ છે જેમા 30થી વધુ લોકો ફસાયાની આશંકા છે. ઘટનાને પગલે ફાયર વિભાગે રેસ્કયું ઓપરેશન હાથ ધર્યું છે. આ બિલ્ડીંગ ખુબ જ જુનુ અને જર્જરિત હતું. અમદાવાદમાં ગઈકાલે સવારના ભાગે અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો જેના પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાય ગયા હતા. આ ઉપરાંત ગઈકાલે શહેરના મણિપુરમાં પણ એક સ્લમ ક્વાટર્સની ગેલેરીનો ભાગ ધરાશાયી થયો હતો.

Advertisement

શહેરમાં જર્જરિત થયેલા મ્યુનિસિપલ કોર્પોરેશનના જુના સ્લમ ક્વાટર્સના બ્લોકની ગેલેરીનો ભાગ ધરાશાયી થયો હતો. પહેલા એક સામાન્ય ભાગ પડ્યો ત્યાર બાદ આખી ગેલેરી તૂટી પડી હતી. લોકોએ શરૂઆતમાં ધ્યાન નહોતુ આપ્યું પણ પાછળથી લોકોમાં દોડાદોડ થઈ ગઈ હતી.ઉપરના માળે રહેતા રહીશોના ઘરની બહાર જ નીકળવાનો રસ્તો બંધ થઈ જતા ફાયરબ્રિગેડની ટીમ દ્વારા પાછળના ભાગેથી બારીમાંથી લોકોને રેસ્ક્યૂ કરી તમામના જીવ બચાવ્યા હતા. ફાયરબ્રિગેડની ટીમે 30 લોકોને રેસ્ક્યૂ કર્યા હતા. સમગ્ર ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી.


Share

Related posts

અંકલેશ્વર હાઇવે પર રિક્ષામાં મુસાફરોને લૂંટનાર ટોળકીનો વધુ એક આરોપી ઝડપાયો…

ProudOfGujarat

શ્રી વમળનાથ સેવા ટ્રસ્ટ સંચાલિત શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટસ અને કૉમર્સ કૉલેજ અંકલેશ્વર “સરસ્વતી સન્માન સમારોહ 2023-24” યોજાયો.

ProudOfGujarat

જામનગરના રહેવાસીઓએ ઓગસ્ટ માસ દરમિયાન પોતાના ઘરમાં રાષ્ટ્રધ્વજ ફરકાવી ‘હર ઘર તિરંગા’ અભિયાનમાં જોડાવા મેયર- કમિશનરની અપીલ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!