Proud of Gujarat
FeaturedGujaratINDIA

અમદાવાદ – સિવિલ હોસ્પિટલમાં આંખ આવવાના કેસો વધ્યા, એક જ સપ્તાહમાં 2300 થી વધુ કેસો

Share

અમદાવાદમાં આંખ આવવાના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. તેમાં પણ સિવિલ હોસ્પિટલમાં વધુ કેસો જોવા મળી રહ્યા છે. એક અઠવાડીયામાં આંખ આવવાના કેસો 2300 થી વધુ નોંધાયા છે. અસારવા ઉપરાંત સોલા સિવિલ હોસ્પિટલમાં પણ કેસો વધી રહ્યા છે.

રોજના 411 કેસો સામે આવી રહ્યા છે. આ ઉપરાંત અન્ય પ્રાઈવેટ હોસ્પિટલો અને અર્બન હેલ્થ સેન્ટરમાં પણ દર્દીઓની સંખ્યા વધી છે. કોર્પોરેશનના હેલ્થ વિભાગ દ્વારા આ મામલે અન્ય વધુ દવાઓની માંગ કરવામાં આવી છે આ સાથે જ મેડિકલોમાં પણ આંખ આવવાની દવારૂપે જે ડ્રોપ્સ આપવામાં આવે છે તેની ડિમાન્ડમાં મોટો વધારો થયો છે.

Advertisement

અમદાવાદમાં લગભગ દરેક સોસાયટીઓ અને ઘરોમાં આ પ્રકારે આંખ આવવાના કેસો જોવા મળી રહ્યા છે. જેમાં આ ચેપ લાગતા સંખ્યા પણ વધી રહી છે. ત્યારે આ બાબતે સ્વચ્છતા સહીતની કાળજી પણ લેવી જરુરી છે. આંખ આવવાના કેસો ફક્ત અમદાવાદ જ નહીં પરંતુ આ સિઝન દરમિયાન અન્ય શહેરો અને જિલ્લાઓમાં પણ જોવા મળી રહ્યા છે. જેથી લોકો અન્ય કોઈને ચેપ ન લાગે તે માટે કાળા ચશ્મા પહેરીને ફરતા હોય છે.


Share

Related posts

ગુજરાતના દરિયા માર્ગેથી ડ્રગ્સ ઘુસાડવાનું કાવતરું થયું અસફળ, ATS નું મોટું ઓપરેશન.

ProudOfGujarat

માંગરોળ : કંસાલી અને વેરાકુઈ ગામે ધારાસભ્ય ગણપતભાઈ વસાવાએ વિકાસ કામોનું લોકાર્પણ કર્યું.

ProudOfGujarat

નર્મદા નદીના પુરના પાણીમાં મગર તણાઇ આવતા ચકચાર, ભરૂચ-અંકલેશ્વર માર્ગ પર દેખાયો મહાકાય મગર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!