Proud of Gujarat
FeaturedGujaratINDIA

‘ ક્યાં આપકે નમક મે પ્લાસ્ટિક હૈ..? ‘ ગુજરાતના મીઠા ઉત્પાદન અંગે થયેલો ચોંકાવનારો સર્વે

Share

મીઠાનો ઉપયોગ મોટા ભાગની ખાદ્ય સામગ્રીમાં થાય છે, પરંતુ તાજેતરમાં જ તામિલનાડુની ત્રણ યુનિવર્સિટીએ કરેલા મીઠાના સર્વેમાં અનેક ચોંકાવનારી વાતો સામે આવી છે. દેશના મીઠાનું ઉત્પાદન કરતાં 5 રાજ્યના મીઠાના નમૂના લેવામાં આવ્યા હતા, જેમાં ગુજરાત અને તામિલનાડુમાં થતા મીઠાના ઉત્પાદનમાં માઇક્રોપ્લાસ્ટિકના કણ મળી આવ્યા છે, એટલે કે આપણે દરરોજ જે મીઠાનો ઉપયોગ કરી રહ્યા છે એમાં ફાઈબર આકારના માઇક્રોપ્લાસ્ટિકના કણો હોય છે.
જે લાંબા ગાળે સ્વાસ્થ્ય માટે જોખમી સાબિત થઈ શકે છે.તામિલનાડુ યુનિવર્સિટી, નેશનલ સેન્ટર ઓફ પોલર અને ઓશિયન રિસર્ચ, ગોવા દ્વારા અલગ-અલગ રાજ્યોમાં થતા મીઠાનાં ઉત્પાદન કેન્દ્રોમાંથી મીઠાના સેમ્પલ લેવામાં આવ્યાં હતાં. સર્વે દરમિયાન જાણવા મળ્યું કે ગુજરાતમાં થતા મીઠાના ઉત્પાદનમાં માઈક્રોપ્લાસ્ટિક ( આ કણોની સાઈઝ મીઠાના દાણા કરતાં પણ નાની હોય છે)ના કણો મોટી માત્રામાં મળ્યા છે. માઈક્રોપ્લાસ્ટિકના કણ 100-200 માઈક્રોમીટરના હોય છે.

આ માઈક્રોપ્લાસ્ટિક સિંગલ-યુઝ અથવા સામાન્ય વસ્તુઓમાંથી નીકળે છે, જેમાં પેકેજિંગ વસ્તુઓ, કટલરી, રોડ માટે ઉપયોગમાં લેવા કલર, પોલિસ્ટરની વસ્તુઓ, મોતી પણ સામેલ હોય છે. રિસર્ચમાં જાણવા મળ્યું છે કે ગુજરાતમાંથી લેવામાં આવેલા મીઠાના નમૂનામાં 200 ગ્રામ મીઠામાંથી માઈક્રોપ્લાસ્ટિકના 46થી 100 પાર્ટિકલ્સ મળ્યા છે. મીઠામાં જે ભેળસેળ જોવા મળી એમાં 78 ટકા પોલિઇથિલિન અને 19 ટકા પોલિએસ્ટરનો સમાવેશ થાય છે. એટલું જ નહીં, પોલિવિનાઇલ કલોરાઇડ-પીવીસી પણ એમાં જોવા મળ્યું હતું, કેટલાંક સેમ્પલમાં તો 5 મિમીથી પણ મોટા માઇક્રો પ્લાસ્ટિકના કણો મળી આવ્યા હતા, સાથે જ ક્રિસ્ટલ મીઠાના પેકેટમાં 16.2 ટકા અને 15 ટકા માઈક્રોપ્લાસ્ટિક તો 500-100 માઈક્રોમીટર અને 1 મિમીથી પણ મોટા આકાર મળી આવ્યા હતા, જ્યારે 31.2 ટકા પાર્ટિકલ્સ 200થી 500 માઈક્રોમીટરના અને 100થી 200 માઈક્રોમીટરના 37.7 ટકા માઈક્રોપ્લાસ્ટિકના કણો મળ્યા હતા. આ તમામમાં સામાન્ય માઈક્રોપ્લાસ્ટિક ફાઇબર, પેલેટ અને ફિલ્મમાં મળી આવ્યા હતા.

Advertisement

Share

Related posts

અંકલેશ્વરનાં કુમકુમ બંગ્લોઝમાં રૂપિયા 1.70 લાખનાં દાગીનાની ચોરી ..

ProudOfGujarat

ઝઘડિયાથી શુકલતીર્થ મેળામાં જવા ઝઘડિયા મઢી ધાટ ખાતે માનવ મહેરામણ ઉમટ્યુ.

ProudOfGujarat

મહારાષ્ટ્રમાં ગર્ડર લોન્ચિંગ મશીન પડતા 16 લોકોના મોત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!