Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : આમોદમાં દબાણો દૂર કરવા અંગે પાલિકા દ્વારા નગરમાં રીક્ષા ફેરવી લોકોને કરાયા જાગૃત.

Share

આમોદ નગરપાલિકા વિસ્તારમાં આવેલ સ્ટેશન રોડ, તિલક મેદાનથી વાવડી ફળિયા, તિલક મેદાનથી આંબેડકર સ્ટેચ્યું, ભીમપુરા રોડથી જી.ઇ.બી. તરફ, આમોદ ચાર રસ્તાથી નવા ડેપો તરફ, આમોદ ચાર રસ્તાથી મલ્લા તળાવ, આછોદ ચાર રસ્તાથી આછોદ તરફ તથા અન્ય વિસ્તારોમાં આવેલ તમામ દુકાનદારોને દબાણ દૂર કરવા જણાવાયું હતું.

આમોદ નગરમાં ઠેર-ઠેર રીક્ષા ફેરવી લાઉડસ્પીકરના માધ્યમથી જાણ કરવામાં આવી હતી કે તમારી દુકાનની હદ બહાર રસ્તામાર્ગની જગ્યામાં પતરાનાં તેમજ પાકા શેડ બનાવી દુકાનની બહાર માલ સામાન મુકી તથા રસ્તા માર્ગની જગ્યામાં કેબિનો તેમજ ગલ્લાં મુકી દબાણ કરી અવરોધ ઉભો કરેલ છે. જેથી તમામ દબાણો તાત્કાલિક દૂર કરી દેવા. અન્યથા નગરપાલિકા દ્વારા તમારા ખર્ચે અને જોખમે તમામ દબાણો દૂર કરશે, જેની તમામ પ્રકારની જવાબદારી જે તે ઇસમની રહેશે. આ બાબતની તમામ નગરજનોએ નોંધ લેવા પાલિકાના મુખ્ય અધિકારીએ જણાવ્યું હતું.

Advertisement

Share

Related posts

કરજણ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા પુરગ્રસ્ત લોકોને સહાય આપવાની માંગ સાથે પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું.

ProudOfGujarat

ભરૂચ એસ.પી ડો.લીના પાટીલ દ્વારા વિજયા દશમી નિમિત્તે વિધિવત શસ્ત્રપૂજનનો કાર્યક્રમ કરાયો.

ProudOfGujarat

ભરૂચ જીલ્લા કલેકટરને ગણેશ મંડળો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!