Proud of Gujarat
FeaturedGujaratINDIA

અમરેલી જિલ્લામાં જાફરાબાદ બંદર પર 2 નંબરનું સિગ્નલ લગાવાયું

Share

સમગ્ર રાજ્યમાં હવામાન વિભાગની આગાહીને લઇ તંત્ર એલર્ટ જોવા મળી રહ્યું છે. સમુદ્રમાં વાવાઝોડું સક્રિય થયું છે. જે આગળ વધતું હોવાને કારણે સૌરાષ્ટ્રના દરિયા કિનારે એલર્ટ આપવામાં આવ્યું છે. અમરેલી જિલ્લામાં જાફરાબાદ બંદર પર ગઈકાલે એક નંબરનું સિંગ્નલ લગાવ્યું હતું, તે હટાવી મોડી રાતે 2 નંબરનું સિગ્નલ લગાવી દેવાયું છે. જિલ્લા કલેકટરની સૂચનાથી જાફરાબાદ તંત્ર એલર્ટ થયું છે.

દરિયા કિનારાના ગામડા શિયાળ બેટ, ધારબંદર જાફરાબાદ સહિત ગામડાને એલર્ટ આપવામાં આવ્યું છે અને કંટ્રોલ રૂમ પણ શરૂ કરી દેવાયો છે. માછીમારોને દરિયો ન ખેડવા માટેની સૂચના આપવામાં આવી છે. જોકે, અહીં માછીમારો અગાવથી જ આવી ચુક્યા છે જેના કારણે માછીમારો અને તંત્રએ પણ રાહત અનુભવી છે, જે રીતે આગાહી જાહેર કરવામાં આવી છે તે પ્રમાણે સાંજના 6 વાગ્યા બાદ અસર વધુ જોવા મળી શકે છે.

Advertisement

અમરેલી સહિત દરિયા કિનારે એકથી બે નંબર સિગ્નલ લગાવી દેવાયા છે અને દરિયા કાંઠે એલર્ટ કરી દેવામાં આવ્યું છે. માછીમારો દરિયો ન ખેડે તેની પણ તકેદારી રાખવામાં આવી રહી છે. જાફરાબાદ મામલતદાર કચેરીમાં વાવાજોડાને લઈ વિવિધ વિભાગ સાથે બેઠકો યોજી તકેદારીના ભાગરૂપે સૂચના આપવામાં આવી રહી છે, તલાટી મંત્રીઓ સીધા સરપંચોના સંકલનમાં રહેશે અને બેઠકો યોજશે.

જાફરાબાદ મામલતદાર જે.એન મહેતાએ જણાવ્યું હતું કે, હાલ કોઈ વરસાદ નથી પરંતુ તંત્ર સાબદુ છે, દરિયા કાંઠાના તમામ ગામડાને એલર્ટ કર્યા છે 2 નંબર સિગ્નલ લગાવેલ છે તમામ પોલીસ સ્ટાફ સરપંચો સાથે બેઠકો યોજી રહ્યા છીએ.


Share

Related posts

નો,પાર્કિંગ પ્લીઝ..! ભરૂચના માર્ગો પર પાર્કિંગની અસુવિધા વચ્ચે ક્રેનની દોડાદોડીથી જનતામાં જાય તો જાય કહાં જેવી સ્થિતી..!

ProudOfGujarat

પંચમહાલ : મોરવા હડફ – સુરત એસટી બસ સેવાનો પ્રારંભ કરવામા આવતા મુસાફરોમાં આનંદની લાગણી

ProudOfGujarat

હાલોલની સરસ્વતી શાળાના શિક્ષકે વિધાર્થીને માર મારતા કાન-નાક માથી લોહી નીકળ્યુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!