Proud of Gujarat
FeaturedGujarat

બ્રેકિંગ- અંકલેશ્વર ભરૂચને જોડતા રોડ ઉપર આવેલ છાપરા ગામ નજીક ડીજે નો ટેમ્પો પલટી ખાઈ જતા એક યુવાનનું ગંભીર મોત તથા અન્ય 3 વ્યક્તિને ગંભીર ઇજા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા….

Share

વિનોદભાઈ પટેલ

મળતી માહિતી અનુસાર અંકલેશ્વર ભરૂચને જોડતા રોડ પર આવેલ છાપરા ગામ નજીક ડીજે નો ટેમ્પો પલટી ખાઈ જતા એક યુવાનનું ગંભીર મોત નીપજ્યું હતું જ્યારે ત્રણ જેટલા વ્યક્તિઓને ગંભીર ઇજા પહોંચવા પામી હતી. ભરૂચના ચકલા બજાર માં રહેતા ચારથી પાંચ જેટલા યુવાનો ડીજેના સાધન લઈ ભરૂચથી અંકલેશ્વર તરફ આવી રહ્યા હતા તે દરમિયાન ટેમ્પા ડ્રાઇવરનું ટેમ્પાના સ્ટેરિગ ઉપર કાબુ ગુમાવતા ડીજે નો ટેમ્પો પલટી ખાઇ ગયો હતો. જેમાં ઉપર બેસેલ સુભીત પ્રવિણ ભાઈ જાદવનું અંકલેશ્વર જયાબેન મોદી હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ત્યારે અન્ય ત્રણ જેટલા વ્યક્તિઓને ગંભીર ઇજા પહોંચવા પામી હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને સમગ્ર ઘટનાની તપાસ ચાલુ કરી હતી.

Advertisement


Share

Related posts

નવસારી જિલ્લાના ચીખલી પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી પેરોલ ફર્લો સ્કોડ ભરૂચ.

ProudOfGujarat

કોરોનાનાં કેસ વધતા રાજપીપળા સમસ્ત વેપારી મંડળે તમામ દુકાનો સવારે ૭ થી બપોરનાં ૨ વાગ્યા સુધી દુકાનો જ ખુલ્લી રાખવાનો નિર્ણય લીધો.

ProudOfGujarat

ઉમરપાડાના ઉંમરગોટ ગામે 70 માં વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!