Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વર: કોસમડીની સફેદ કોલોનીમાં વિજકરંટ લાગતા યુવાનનું મોત.

Share

દિનેશભાઇ અડવાણી

અંકલેશ્વરના કોસમડી ગામ પાસે આવેલ સફેદ કોલોનીમાં વીજ કરંટ લાગતા યુવાનને સારવાર મળે તે પહેલા જ કરૂણ મોત નીપજ્યું હતું.અંકલેશ્વરના કોસમડી ગામ પાસેની સફેદ કોલોનીમાં રહેતા ૨૨ વર્ષીય રાકેશ વિજયસિંગ ગીરાશે પાણીની વીજ મોટર ચાલુ કરી પાણી ભરી રહ્યો હતો.દરમિયાન મોટરનો વીજ કરંટ પાણી મારફતે યુવાને હાથના ભાગે લાગતા તે પડી ગયો. જેને તાત્કાલિક સારવાર અર્થે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં હાજર તબીબે તેને તપાસી મૃત જાહેર કર્યો હતો.આ બનાવની જાણ અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસ મથકે કરવામાં આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement


Share

Related posts

અંકલેશ્વર નગરમાં તસ્કરોનો તરખાટ… ગડખોલપાટિયા વિસ્તારમાં બે થી ત્રણ મકાનમાં તસ્કરોએ ચોરી કરી.એક ની ફરિયાદ નોંધાઇ…

ProudOfGujarat

ઝઘડીયાના ધારોલી ગામે એલસીબી એ દારૂનો ગોળ વેચતા ત્રણ વેપારીને ઝડપી લીધા.

ProudOfGujarat

ભરૂચ કોંગ્રેસ જિલ્લા કોંગ્રેસના ખોળામાં રમે છે.સ્વતંત્ર કામ કરતી નથી તે અંગે લોકોમાં આક્રોશ!.સ્થાનિક લોકોએ આવેદન પત્ર પાઠવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!