દિનેશભાઈ અડવાણી

હાલ 2019 નો ક્રિકેટ વર્લ્ડકપ ઇંગ્લેન્ડમાં રમાઇ રહ્યો છે. ત્યારે સમગ્ર ભારતમાં પાકિસ્તાન અને ભારત ની મેચ ની આતુરતાપૂર્વક રાહ જોવાઇ રહી હતી.આજરોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્લ્ડકપની મેચ યોજાઇ હતી જેમાં ભારતીય ક્રિકેટ ટીમે પાકિસ્તાનને 50 ઓવરમાં 336 રનનો ટાર્ગેટ આપ્યો હતો પરંતુ બીજી ઇનિંગમાં વરસાદના કારણે પાકિસ્તાનને 40 ઓવર ની અંદર 302 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેમાં ભારતે 89 રનથી પાકિસ્તાન સામે વિજય મેળવ્યો હતો. જેને લઈને સમગ્ર ભારતમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો તેના જ ભાગરૂપે અંકલેશ્વરના યુવાનો દ્વારા પણ ફટાકડા ફોડી ભારત માતા કી જયના નારા બોલાવી ભારતીય ક્રિકેટ ટીમને અભિનંદન પાઠવ્યા હતા અને સમગ્ર અંકલેશ્વરના યુવાનોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો.

LEAVE A REPLY