Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વર-મોટાલી ગામ નજીક હાઇવે ઉપર બાઈક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો.બાઇક સવારનું ઘટના સ્થળે જ મોત.કાર ચાલક ઘટના સ્થળેથી ફરાર…

Share

દિનેશભાઇ અડવાણી

મળતી માહિતી અનુસાર અંકલેશ્વરના મોટાલી હાઇવે નજીક સહયોગ હોટલ પાસે બાઈક સવાર અને ફોરવ્હીલ ગાડી વચ્ચે જોરદાર અકસ્માત સર્જાયો હતો.અકસ્માતમાં બાઇક સવારનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.જયારે ફોરવ્હીલ ગાડી નંબર GJ -૧૯ AM ૨૧૫૨ ગાડીનો ડ્રાઈવર ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો.આ અકસ્માતમાં મરણ જનાર વ્યક્તિ બાઈક નં- GJ 16 AO 5613 લઈ હાઇવે ક્રોસ કરી રહ્યો હતો તે દરમિયાન ફોરવ્હીલ ગાડીએ બાઈક સવારને ટક્કર મારતા બાઇક સવારનું ઘટના સ્થળે જ ગંભીર મોત નીપજયું હતું.ફોરવ્હીલ ગાડીનો ડ્રાઈવર ઘટના સ્થળે પોતાની ગાડી મૂકી ફરાર થઈ ગયો હતો.ઘટનાની જાણ થતાં જ અંકલેશ્વર શહેર પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.અકસ્માતના પગલે અંકલેશ્વર હાઈવે ઉપર કલાકો સુધી ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા.

Advertisement


Share

Related posts

બનાસકાંઠા-ડીસા પાવર હાઉસ પાસે અજાણ્યા શખ્સોનો આતંક-અજાણ્યા શખ્સો તોડફોડ કરી રીક્ષા સળગાવી ફરાર…

ProudOfGujarat

પંચમહાલ જિલ્લામાં ગણેશોત્સવ અંગે ગણેશ મંડળો સાથે બેઠક યોજતા જિલ્લા કલેક્ટરશ્રી અને જિલ્લા પોલિસ વડા.

ProudOfGujarat

ભરૂચના સાયકલીસ્ટ રાજેશ્વર ‌એ રાવે ભરૂચથી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ અમદાવાદ સુધી સાયકલિંગ કરી દર્શન કર્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!