Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIA

અંકલેશ્વર પંથકમાં મોટરકાર માથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપાયો…

Share

મોટરકાર,મોબાઈલ ફોન નંગ ૩ તેમજ દારૂ મળી કુલ ૨,૫૨,૦૮૦ ની મતા જપ્ત કરી હતી..

બાકરોલ બ્રીજ અંકલેશ્વર પાસેથી ભરતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપાયો હોવાનો બનાવ બન્યો હતો આ બનાવના ફરીયાદી દીલીપ ચંદુભાઈ અ.પો.કો અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશન ની પોલીસ ફરીયાદ  મુજબ મુકેશ બદદુ જોધા કેવટ હાલ રહે. મૈત્રી નગર ભોલાવ ભરૂચ મુળ રહે. ગામ હમીરપુર રમેડી ટરોસ જી.હમીરપુર ઉત્તરપ્રદેશ તેમજ ભવરસિંઘ હેમંતસિંઘ ચૌહાણ રહે. લાલન ટી સેંટર ફાયર બ્રીગેડ પાસે સીલવાસા દાદરા નગર હવેલી મુળ રહે. ચીતલવાના જી.જાલોર રાજસ્થાન ઈદ્રીશ ઉર્ફે મામુ ઉર્ફે ભૈયો મનુખા શેખ રહે. પ્રતિષ્ઠા રેસીડેન્સી નવજીવન હોટલ પાસે કાપોદરા તા. અંકલેશ્વર તેમજ તેનો નોકર અજય આ તમામ ક્વીડ મોટર કાર નં. GJ-16-CB-5226 મા ગે.કા ભારતીય બનાવટનો વિદેશી દારૂ ની બોટલ નંગ ૧૪૪ કિં.રૂ. ૪૬,૦૮૦/- ભરૂચ લઈ જતા બાકરોલ બ્રીજ નજીક ઝડપાય ગયા હતા તેની અંગઝડતી માથી મળેલ મોબાઈલ નંગ ૩ કિં.રૂ. ૬૦૦૦/- તથા ક્વીડ ગાડી કિં.રૂ. ૨,૦૦,૦૦૦ મળી કુલ રૂપિયા ૨,૫૨,૦૮૦/- નો મુદ્દામાલ અંકલેશ્વર રૂરલ પોલીસે ઝડપી પાડ્યો હતો.

Advertisement

Share

Related posts

ગુજરાતનું મીની કાશ્મીર બની ગયેલું નર્મદા જીલ્લાનું “માંડણ” ગામ.

ProudOfGujarat

દહેજ રોડ પરથી એક ખાનગી કોમ્પ્લેક્સ માંથી ₹6 લાખથી વધુના દારૂના જથ્થા સાથે ચાર શખ્સને ઝડપી પાડતી એલસીબી પોલીસ

ProudOfGujarat

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડે માનસિક સુખાકારીને પ્રોત્સાહન આપવા માટે ઉદ્યોગની પ્રથમ એઆઈ-સંચાલિત ડિજિટલ કેમ્પેઈન ‘ક્લેઈમ યોર કાલ્મ’ શરૂ કરી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!