Proud of Gujarat
GujaratCrime & scandalFeaturedINDIA

અંકલેશ્વરઃ 6.97 લાખના શંકાસ્પદ એસએસના સામાન ભરેલો ટેમ્પો ઝડપાયો, 4ની અટકાયત

Share


એસએસનો સામાન કરજણના બામણ ગામ સ્થિત બંધ પડેલી મોર્ડન પેટ્રોફીલ્સનો હોવાનું બહાર આવ્યું

અંકલેશ્વર શહેર પોલીસે ટોલ પ્લાઝા પાસેથી શંકાસ્પદ એસએસના સામાનનો ભરેલા ટેમ્પો ઝડપી પાડ્યો હતો. જેની સાથે ચાર ઈસમોની અટકાયત કરી હતી. પોલીસે રૂપિયા ૬ લાખ ૯૭,૫૦૦નાં મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. એસએસનો સામાન કરજણના બામણ ગામ સ્થિત બંધ પડેલી મોર્ડન પેટ્રોફીલ્સનો હોવાનું બહાર આવ્યું છે.

Advertisement

પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર શહેર પોલીસને બાતમી મળી હતી કે, એક ટેમ્પો નંબર જી.જે.૧૯.ટી.૩૯૮૦માં એસ.એસનો સામાન ભરીને કેટલાક ઇસમો સુરત તરફ જવાના છે. જે બાતમીના આધારે પોલીસે નેશનલ હાઈવે પર માંડવા ટોલ પ્લાઝા પાસે વોચ ગોઠવી ઉભા હતા. દરમિયાન બાતમી વાળો ટેમ્પો આવતા પોલીસે તેને અટકાવી અંદર તલાસી લેતા તેમાંથી શંકાસ્પદ એસએસના સામાનનો ૩૪૪૦ કિલો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ટેમ્પો ચાલક નાનુરામ હાતજેલ પાસે શંકાસ્પદ સામાન અંગે જરૂરી પુરાવા માંગતા સંતોશકારક જવાબ આપી શક્યા નહોતા.

પોલીસે તેની સઘન પૂછપરછ કરતા આ જથ્થો કરજણનાબામણ ગામ નજીક બંધ પડેલી મોર્ડન પેટ્રોફીલ્સ કંપનીના ડાઈના મશીનનો સમાન હોવાની કબુલાત કરી હતી. પોલીસે ૪.૮૮ લાખનો સામાન અને ટેમ્પોની કિંમત રૂપિયા બે લાખ અને મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 6 લાખ 97 હજાર 500 નાં મુદામાલ સાથે સુરતના રહેવાસી મહમદ ખાન બુરહાન ખાન પઠાણ અને આરીબ પીજારી તથા સુરેન્દ્ર દુબેની અટકાયત કરી ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.


Share

Related posts

અંકલેશ્વર નર્મદા કાંઠે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ભાજપ દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું.

ProudOfGujarat

રાજપીપળા : આઝાદી કા અમૃત મહોત્સવ અન્વયે ગરૂડેશ્વર મહાદેવ મંદિર ખાતે યોગા અને મેડિટેશનનો કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાના દધેડા ગામે ડિગ્રી વિનાનો બોગસ ડોકટર ઝડપાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!