Proud of Gujarat
FeaturedGujarat

ગુજરાતની તમામ નગરપાલિકાના સફાઈ કામદારો હડતાલ પર…

Share

આજરોજ તારીખ 5-3-2019 ના રોજ ગુજરાતની તમામ 162-નગરપાલિકાના સફાઈ કામદારો પોતાના વિવિધ પ્રશ્નોના ઉકેલની માંગણી સાથે હડતાલ પર બેઠા છે.ઉપરોક્ત સફાઈ કામદારો “શ્રમિક કામદાર કલ્યાણ સંઘ” ના બેનર હેઠળ પોતાની પડતર માંગણીઓ તથા તેમના કેટલાક પ્રશ્નોના ઉકેલ પડતર પડેલા છે જેનો ઉકેલ લાવવા માટે આજરોજ અંકલેશ્વર નગરપાલિકાના 103 સફાઈ કામદારો અંકલેશ્વર સેવા સદન પાસે હડતાલમાં જોડાયા હતા.

જેમની માંગણીઓ નીચે મુજબ છે

Advertisement

(1) કાયમી કામદારોને પેન્શન યોજના લાગુ કરવા બાબત.
(2) સફાઈ કામદારોને વારસાગત નોકરી આપવા બાબત.
(3) રોસ્ટર પ્રથા બંધ કરવા.
(4) રોજમદાર સફાઇ કામદારોને કાયમી કરવા.
(5) કોન્ટ્રાક્ટ પ્રથા બંધ કરવી.
(6) અવસાન પામેલા સફાઈ કામદારની જગ્યાએ તેના વારસદારને નોકરી આપવી.
(7) પ્રધાનમંત્રી આવાસ યોજના માં સફાઈ કામદારોની સોસાયટી બનાવવા બાબત.

ઉપરોક્ત હડતાલમાં પ્રમુખ જયેશ ગુર્જર,ઉપપ્રમુખ અલ્કેશ મહિડા,જનરલ સેક્રેટરી યોગેશ સોલંકી તથા સેક્રેટરી યોગેશ.એસ.સોલંકી તથા અન્ય સફાઈ કામદારો જોડાયા હતા જે ફોટોમાં નજરે પડે છે.


Share

Related posts

રાજપીપળા : નર્મદા ડેમમાંથી લાખો કયુસેક પાણી છોડાતા નર્મદા નદીને અડીને આવેલા સિસોદ્રા ગામમાં પાણી ભરાતા હજારો એકર ખેતરમાં ઉભા પાકમાં પાણી ફરી વળતા ભારે નુકસાન.

ProudOfGujarat

તડકેશ્વર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફિટ ઇન્ડિયા ફિટ ગુજરાત સાયક્લોથોનની ઉજવણી.

ProudOfGujarat

રાજપીપળા નગરપાલિકા વિસ્તારને સંપૂર્ણપણે સૅનેટાઇઝ કરવા સ્વાદયાય પરિવારનાં શાસ્ત્રી પાંડુરંગ આઠવલે અને દીદી દ્વારા રાજપીપળા નગરપાલિકાને ખાસ ફોંગીગ મશીન આપવામાં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!