Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

અંકલેશ્વર જી.આઈ.ડી.સી પોલીસે બાઈક ચોરીમાં સંડોવાયેલ લબરમૂછિયાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Share

મળતી માહિતી અનુસાર અંકલેશ્વર જી.આઈ.ડી.સી પોલીસનો સ્ટાફ વાલિયા ચોકડી ખાતે વાહન ચેકીંગમાં હતો તે દરમિયાન અંકલેશ્વર બસ સ્ટેશન તરફથી બાઈક લઈને આવતા શંકાસ્પદ લબરમૂછિયાને પોલીસે અટકાવી બાઈકના જરૂરી દસ્તાવેજો માંગતા તેણે યોગ્ય જવાબ નહી આપતા પોલીસે તેની અટક કરી તેની વધુ પૂછપરછ કરતા તેણે બાઈક ચલાવવાનો શોખ ધરાવતો હોવાથી બાઈક ચોરી કરી હોવાનું જણાવ્યું હતું પોલીસે તેની પાસેથી ચોરીની કુલ ચાર બાઈક જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે પોલીસે અંકલેશ્વર જી.આઈ.ડી.સી અને અંકલેશ્વર શહેરમાંથી ચોરી થયેલ ચાર ગુનાનો ભેદ ઉકેલી કાઢી ઝડપાયેલા લબરમૂછિયા વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement


Share

Related posts

ભરૂચની વડદલા આઇ.ટી.આઇ ખાતે નેશનલ એપ્રેન્ટીસ ભરતી મેળો યોજાયો.

ProudOfGujarat

મીરે એસેટ મ્યુચ્યુઅલ ફંડ દ્વારા મીરે એસેટ બેલેન્સ્ડ એડવાન્ટેજ ફંડની રજૂઆત.

ProudOfGujarat

વડોદરામાં શ્રી સ્વામિનારાયણ મંદિર કારેલીબાગ ખાતે સ્વામિનારાયણ વિશ્વવિક્રમ સમારોહ – ૧ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!