Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIAUncategorized

ભરૂચ જીલ્લા ના અંકલેશ્વર ના દિવા રોડ પર આવેલ ખેતર માંથી યુવતી ની લાશ મળતા ભારે ખળભળાટ મચ્યો હતો…….

Share

બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ આજ રોજ સવાર ના સમયે ભરૂચ જીલ્લા ના અંકલેશ્વર શહેર પોલીસ મથક ની હદ માં આવેલ દિવા રોડ પર ના એક ખેતર માંથી યુવતી ની લાશ મળી આવતા ભારે ખળભળાટ મચ્યો હતો……
સમગ્ર બનાવ અંગે ની જાણ ખેતર માલિક દ્વારા અંકલેશ્વર સીટી પોલીસ મથક માં થતા પોલીસે ઘટના સ્થળે દોડી જઇ લાશ નો કબ્જો મેળવી મૃતક ની લાશને પી એમ કાર્યવાહી અર્થે ખસેડવાની તજ વીજ હાથ ધરી હતી…..જોકે સમગ્ર ઘટના અંગે પ્રાથમિક જાણકારી લોક ચર્ચા મુજબ આ મહિલા હાંસોટ ના હજાત ગામ ખાતે ની અંજના પટેલ નામ ની હોવાનું જાણવા મળ્યું હતું..અને કોઈ કારણોસર ઝેરી દવા પી આત્મહત્યા કરી હોવાની ચર્ચા એ સમગ્ર ઘટના ક્રમ બાદ થી જોર પકડ્યું હતું…તો બીજી તરફ સમગ્ર મામલા અંગેની વધુ વિગતો પોલીસ તપાસ બાદ જ વધુ સામે આવી શકે તેમ છે…….

Share

Related posts

અંકલેશ્વરના સંજાલી નજીક રીક્ષામાં સવાર મુસાફરને લૂંટી લેનાર વધુ બે આરોપીને પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…

ProudOfGujarat

પત્ની સંતાન ન આપી શકતાં પતિ બીજી મહિલા સાથે વતન ભાગી ગયો

ProudOfGujarat

બંબુસર ગામના ખેડૂતોનો પાવરગ્રીડ, જેટકોની હાઈટેન્શન લાઈન મુદ્દે વિરોધ, કલેક્ટરને આવેદન

ProudOfGujarat
error: Content is protected !!