મૃતકની પત્નીના એક તરફી પ્રેમમાં પાગલ આરોપીની અટકાયત

અંકલેશ્વર જી.આઈ.ડી.સીનાં મિરાનાગરમાં નવ મહિના પૂર્વે થયેલ પ્રવિણ સરવૈયાની હત્યા કરી લાશ સળગાવીદેવાના ચકચારી બનાવામાં ભરૂચ એલ.સી.બી પોલીસે એક આરોપીની અટકાયત કરી છે. જેમાં આરોપી મૃતકની પત્નીના એક તરફી પ્રેમમાં હોવાથી હત્યા કરી હોવાનું બહાર આવ્યું છે.

આજથી નવ માસ પૂર્વે તા. ૧૮-૦૪-૧૭ નાં રાત્રિએ અંકલેશ્વરના મિરાનાગરની ઝાડીઓમાંથી બોથળ હથિયાર વડે હત્યા કરી સળગાવી દીધેલ લાશ મળી આવતા તે લાશ મિરાનાગરના પ્રવિણ ભાઈ સરવૈયાની હોવાનું તેની પત્ની સંગીતા બેન એ ઓળખી બતાવી હતી.

હત્યાના આ બનાવની જાન અંકલેશ્વર જી.આઈ.ડી.સી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. આ અન્ડીટેકટ હત્યાની તપાસ પોલીસ મહા નિરિક્ષક વડોદરા રેંજ દ્વારા એલ.સી.બી પોલીસને તપાસ સોપવામાં આવેલ જેની જીણવટ ભરી તપાસ હાથ ધરી પૂરાવાઓ એકત્રિત કરતા આ ગુનામાં અલગ અલગ ચોરીઓના ગુનામાં ભૂતકાળમાં પકડાયેલ શિવ શંકર ઉર્ફે દયા શંકર લક્ષ્મણ ચોરસીયાનું  હોવાનું અને ખૂન કરવાનું કારણ શિવ શંકર ઉર્ફે દયા શંકર મૃતકની પ્રવિણ સરવૈયાની પત્ની સંગીતાબેન નાં એક તરફી પ્રેમમાં હોવાનું બહાર આવતા સાથે સંગીતાબેન પોતાના પતિ તેમજ બાળકોને લઈને પોતાની સાથે આવવા નાં કહે છે અને તે પ્રેમ કરતી ન હોય પ્રવિણનો કાંટો કાઢી નાખવા નક્કી કરી તેને ઝાડીઓમાં બોલાવી પથ્થર વડે પ્રવિણનાં માથામાં ઈજા કરી મોતને ઘાટ ઉતારી દઈ કચરામાં લાશને સળગાવી દીધી હતી અને કોઈને શક નાં જાય તે માટે તેની અંતિમ વિધિમાં પણ ગયો હતો. એલ.સી.બી પોલીસ ઇન્સ્પેક્ટર સુનીલ તરડે એ આરોપીની શિવશંકર ઉર્ફે દયાશંકર જે અંકલેશ્વરના બાકરોલમાં રહેતો હતો અને મૂળ મધ્યપ્રદેશનાની અટકાયત કરી હત્યાનો ભેદ ઉકેલી કાઢી રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરી છે.