Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર પંથકમાં 13 વર્ષીય બાળકીને ધાક ધમકી આપી દુષ્કર્મ આચરનાર નરાધમને પોલીસે ગણતરીનાં કલાકોમાં ઝડપી લીધો.

Share

ભરૂચ જીલ્લાનાં અંકલેશ્વરમાં એક વિસ્તારમાં 13 વર્ષીય બાળકીને ધાક ધમકી આપી દુષ્કર્મ આચરી ભગાડીને લઈ જનાર નરાધમની ચુંગલમાંથી છુટેલી બાળકીએ પરિવાર જનોને જાણ કરતાં પોલીસ ફરિયાદ કરતાં ગણતરીનાં કલાકોમાં જ નરાધમને ઝડપી લેવામાં આવ્યો હતો. રાજયભરમાં દુષ્કર્મની ધટનાઓથી સમાજમાં બાળકીઓ સલામત નથી. આવી ધટનામાં મોટાભાગે ઓળખીતા જ બાળકીઓને નિશાન બનાવતા હોય છે. જેમાં પણ દશ વર્ષથી લઈને 17 વર્ષની બાળકી કિશોરીઓ સાથે અધર્મ કૃત્ય કરનારાઓ જાણીતા સગા સંબંધીઓ જ હોય છે. ત્યાં આજે અંકલેશ્વરમાં ધૃણાસ્પદ બનાવ બની ગયો હતો. જેમાં અંકલેશ્વર GIDC પોલીસ મથકની હદમાં આવેલ એક ઝુંપડપટ્ટી વિસ્તારમાં 13 વર્ષની બાળકી ઉપર નજીકમાં જ રહેતો નરાધમ ઔરંગજેબ શેખ નામનાં 23 વર્ષીય યુવાનની નજર બગડતાં તેણે બાળકીનાં ઘરે વરડો કુદીને ગયો હતો અને તેણીને તારા માં-બાપને મારી નાંખીશ તેમ કહી દુષ્કર્મ કરી નાંખ્યુ હતું અને કહ્યું હતું કે તું મારી સાથે લગ્ન કરવા ચાલ નહીં તો તને બદનામ કરીશ અને તારા માતા-પિતાને મારી નાંખીશ. જેવી ધમકીઓ આપીને તેણીને પોતાની સાથે લઈ ગયો હતો. જોકે 13 વર્ષીય બાળકીને મોકો મળતા તે પેલા નરાધમ ઔરંગજેબ શેખની ચુંગલમાંથી ભાગીને પોતાનાં ઘરે આવીને માતા-પિતાને જાણ કરી હતી. પરિવારજનો બાળકી સાથેનાં આ દુષ્કર્મને પગલે રડી પડયા હતા અને તેમણે નરાધમ ઔરંગજેબ સામે અંકલેશ્વર GIDC પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી. પોલીસે આ ધટનાની ગંભીરતા પારખીને તાત્કાલિક પોલીસ અધિકારી કે.ડી મંદોરા અને તેમની ટીમે આ બનાવ સંદર્ભે ગુનો દાખલ કર્યો હતો અને તરત જ નરાધમની શોધમાં નીકળી પડયા હતા અને ગણતરીના કલાકોમાં જ નરાધમ ઔરંગજેબ શેખને ઝડપી લીધો હતો અને તેની પૂછપરછ શરૂ કરી હતી. જયારે આવી ધટનાઓ સમાજ માટે કલંક સમાન હોય છે ત્યારે આવા નરાધમોને કડક સજા મળે તે જરૂરી હોવાનું લોકો કહી રહ્યા છે.

Advertisement

Share

Related posts

રાજપારડી નજીક ટ્રક અને ટેમ્પો ટકરાતા ટેમ્પો ચાલકને ગંભીર ઇજા રોંગ સાઇડે આવતો ટેમ્પો ટ્રક સાથે અથડાતા અકસ્માત સર્જાયો.

ProudOfGujarat

પંચમહાલ જિલ્લામાં રાષ્ટ્રીય એકતા દિનની ઉત્સાહભેર ઉજવણી

ProudOfGujarat

પાટણ શહેરમાં શીતળા સાતમની કરાઈ ઉજવણી, શીતળા માતાના મંદિરે ભક્તો ઉમટ્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!