Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરની શ્રીજી વિદ્યાલય ખાતે અવરનેશ પ્રોગ્રામ યોજાયો

Share

આજરોજ તારીખ 18/10/2023 ના રોજ એ એચ ટી યુ ના પોલીસ ઇન્સ્પેક્ટર એન એસ વસાવા સાહેબની સૂચના મુજબ અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનની હદમાં આવેલ શ્રીજી વિદ્યાલય સામ્રાજ્ય સોસાયટી અંકલેશ્વર ખાતે એ એચ ટી યુ દ્વારા એક અવરનેશ પ્રોગ્રામ રાખ્યો હતો તેમાં શાળાના વિદ્યાર્થીઓ તથા આચાર્ય આશિષભાઈ તથા તાલુકા પંચાયત પ્રમુખ પુષ્પાબેન તથા માજી ઉપપ્રમુખ તૃપ્તિબેન જાની તથા શાળાના શિક્ષક ગણ અને 400 થી ઉપર બાળકો હાજર રહી બાળકોમાં અપહરણ, માનવ તસ્કરીના કેસો, બાળમજૂરી, લોભ લાલચથી દૂર રહેવું તથા એક તરફી પ્રેમમા ફસાવું નહીં કોઈ કેફી દ્રવ્ય ન લેવું મોબાઈલથી તથા ઇન્સ્ટાગ્રામથી દૂર રહેવું તથા નાની ઉંમરમાં વાહન ન ચલાવવા ટ્રાફિકનું જ્ઞાન આપ્યું તથા મા-બાપને વફાદાર રહી શિક્ષણ પ્રત્યે ધ્યાન આપવું તેવી સમજણ આપવામાં આવી જેમાં પો. ઇન્સ. એન એસ વસાવા તથા એ એસ આઈ કનકસિંહ ગઢવી તથા તૃપ્તિબેન જાનીએ હાજર રહી સરળ ભાષામાં સમજાવી કાર્યક્રમને સફળ બનાવ્યો.

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લામાં તસ્કરોનો તરખાટ યથાવત… વર્ષ ૨૦૧૬ અને ૨૦૧૭ માં આશરે કુલ ૯૧૮ ઘરફોડ અને ચોરીના બનાવ

ProudOfGujarat

ભરૂચ જિલ્લા કોંગ્રેસના ગઢમાં ગાબડું : સુવા ગામના ૧૫૦ જેટલા આગેવાનો અને કાર્યકરો ભાજપમાં જોડાયા.

ProudOfGujarat

દેડીયાપાડા તાલુકામાં દિવાળીના તહેવારોમાં ફટાકડાની દુકાનનો પરવાનો મેળવવા માટે તા. ૬ ઓક્ટોબર સુધીમાં અરજી કરી શકશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!