Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે યુપીએલ યુનિવર્સિટીનો પ્રથમ પદવીદાન સમારોહ યોજાયો.

Share

યુપીએલ યુનિવર્સિટી ઓફ સસ્ટેનેબલ ટેક્નોલોજી દ્વારા પ્રથમ પદવીદાન સમારોહ ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર અંકલેશ્વર ખાતે તા ૨૬/૧૦/૨૦૨૩ ના રોજ યોજાયો હતો.

યુનિવર્સિટીના પ્રથમ પદવીદાન સમારોહમાં યુનિવર્સિટી દ્વારા ઈજનેરી અને સાયન્સ વિભાગમાં ચાલતા બે વર્ષના માસ્ટર પ્રોગ્રામમાં ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીઓ માટે પદવીદાન સમારોહનું આયોજન ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર અંકલેશ્વર ખાતે કરવામાં આવ્યું હતું. આ પદવીદાન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે આ.ઇ. સી.ટી, મુંબઈ ના ઉપકુલપતિ અનિરુદ્ધા બી પંડિત હજાર રહ્યા હતા. ડૉ શ્રીકાંત વાઘ એ મહેમાનો નું ફુલહાર તેમજ શાબ્દિક સ્વાગત સાથે પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. આ પ્રસંગે યુનિવર્સિટીના પ્રમુખ અશોક પંજવાણી, અંકલેશ્વર રોટરી એજયુકેશન સોસાયટીના પ્રમુખ સાન્દ્રા શ્રોફ, યુનિવર્સિટીના પદાધિકારીઓ અને વયવસ્થાપક મંડળના સભ્યો હાજર રહ્યા હતા અને તેઓની અધ્યક્ષતામાં ૯૨ વિદ્યાર્થીઓને તેઓની ડિગ્રી એનાયત કરવામાં આવી હતી આ ઉપરાંત પરીક્ષામાં ઉચ્ચતમ ગુણ પ્રાપ્ત કરનાર ચાર વિદ્યાર્થીઓને યુનિવર્સિટી ગોલ્ડ મેડલ દ્વારા સન્માનીત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે હાજર અનિરુદ્ધા બી પંડિત, દ્વારા વિદ્યાર્થીઓને સસ્ટેનેબીલીટી વિષે, વર્ક એથીક્સ અને રિસર્ચ ક્ષેત્ર તેમજ ભવિષ્યમાં આવનારી ઉજજળ તકો વિષે જાણકારી આપી હતી. શ્રીમતી સાન્દ્રા શ્રોફ અધ્યક્ષ, ARES દ્વારા વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવી હતી. આ ઉપરાંત યુનિવર્સિટીના પ્રમુખ શ્રી અશોક પંજવાણી દ્વારા યુનિવર્સિટીની હાલ સુધીની પ્રગતિ, ભવિષ્યની યોજનઑ વિષે માહિતી આપી હતી તેમજ અને વિદ્યાર્થીઓને તેઓના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવી હતી .

Advertisement

યુનિવર્સિટી પ્રોવોસ્ટ ડો. શ્રીકાંત જે. વાઘ દ્વારા આભાર વિધિ કરી કાર્યકર્મનું સમાપન કરવામાં આવ્યું હતુ. કાર્યકર્મનું સમગ્ર સંચાલન યુનિવર્સિટીના કુલસચિવશ્રી ધર્મેશ પટેલ અને કંટ્રોલર ઓફ એક્ઝામીનેસન ડો. પૂર્વી નાયક અને તેઓની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.


Share

Related posts

છોટાઉદેપુર : પાવીજેતપુર ખાતે બીજા દિવસે પણ આદિવાસીઓનાં ધરણાં યથાવત.

ProudOfGujarat

વડોદરા: નવલખી મેદાનમાં ક્રિકેટ રમવા યુવાનો ઉમટ્યા: કોરોના ગાઇડલાઇનના ઉડાવ્યા ધજાગરા.

ProudOfGujarat

માંગરોળ : નાની નરોલી ગામે વિકાસ કામોનું કરાયું ખાતમુહૂર્ત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!