Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર નેશનલ હાઇવે 48 ઉપર સહયોગ હોટલના કંમ્પાઉન્ડમાંથી વિદેશી દારૂ તેમજ બિયર ભરેલ આઈસર ટેમ્પો ઝડપાયો

Share

ભરૂચ જિલ્લામાં નશાનો વેપલો ધમધમાવતા તત્વો સામે પોલીસ વિભાગે સતત દરોડા પાડી તેઓના નાપાક માનસુબાને નાકામ કરવાની સફળ કામગીરી હાથધરી છે તેવામાં ભરૂચ જિલ્લાના અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકના કર્મીઓને સફળતા હાંસિલ થઈ હતી.

અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકના કર્મીઓ પેટ્રોલિંગમાં હતા દરમ્યાન મળેલ બાતમીના આધારે નેશનલ હાઇવે 48 ઉપર આવેલ સહયોગ હોટલના કંપાઉન્ડના પાર્કિંગમાં ઉભેલ એક મહારાષ્ટ્ર પાર્સિંગના આઈસર ટેમ્પોની તલાસી લીધી હતી તે દરમ્યાન તેમાંથી બિયર તેમજ દારૂનો મોટો જથ્થો ઝડપાઈ આવ્યો હતો.

પ્રાથમિક જાણકારી મુજબ આ દારૂનો જથ્થો કોઈક ખાનગી કંપનીના પાઉડરમાં જથ્થા વચ્ચે સંતાડી લઈ જવામાં આવી રહ્યો હતો પરંતુ બુટલેગરોનો આ નાપાક નશાનો કીમિયો કામ ન લાગ્યો આને આખરે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે લાખોના મુદ્દામાલ સાથે આઈસર ટેમ્પો ચાલકની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવતા બુટલેગરો અને નશાનો વેપલો કરતા તત્વોમાં વધુ એકવાર ભરૂચ જિલ્લામાં ફફડાટનો માહોલ છવાયો છે.

Advertisement

Share

Related posts

3.51 કરોડના ખર્ચે નવસારીના રસ્તાઓ એકદમ ટીપટોપ કરાશે

ProudOfGujarat

ભરૂચ : પરીએજ ગામ નજીક આવેલી હજરત સૈયદ બાવા રૂસ્તમ રોશન જમીર સરકારની સુપ્રસિધ્ધ દરગાહ શરીફ પર ૬૧૩ મા સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઇ

ProudOfGujarat

વડોદરા : સયાજી હોસ્પિટલની લેબમાં 11,738 આરટીપીસીઆર ટેસ્ટ કરતાં તમામ રિપોર્ટ આવ્યા નેગેટિવ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!