Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં આવેલ ભવ્ય બંગલો ખાતે નવરાત્રી પર્વની ઉજવણી કરાઈ.

Share

આદ્યશક્તિમાં જગદંબા – ભવાનીના નવલા નોરતાનો આરંભ થયો છે. આસ્થાનું અનેરું પર્વ એટલે નવરાત્રી જગજનની મા અંબાની ભક્તિનું પર્વ છે ત્યારે અંકલેશ્વર શહેર તથા જિલ્લામાં ભાવ અને ભક્તિ રસનો અનોખો માહોલ સર્જાયો હતો.

કોરોના મહામારી દરમિયાન ગતવર્ષે નવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવી ન હતી જેને પગલે આ વર્ષે લોકોમાં અનોરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગૃહ મંત્રીના આદેશ અનુસાર સોશિયલ ડિસ્ટન્સ રાખી અને એક શેરી દીઠ 400 માણસની હાજરીમા ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં આવેલી ભવ્ય બંગલો ખાતે નવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે અંકલેશ્વર નાયબ પોલીસવડા ચિરાગ દેસાઈ,અંકલેશ્વર મામલતદાર બેલડીયા, ઉદ્યોગકાર પ્રવીણ તરૈયા, મનુભાઈ મકવાણા સહિત મોટી સંખ્યામાં વિસ્તારના રહીશો હાજર રહ્યા હતા ખેલૈયાઓ એ ભારે રમઝટથી નવરાત્રિની ઉજવણી કરી હતી.

મુકેશ વસાવા : અંકલેશ્વર

Advertisement

Share

Related posts

છોટાઉદેપુર ખાતે ૭૩ માં પ્રજાસત્તાક દિનની પરંપરાગત ઉમંગથી ઉજવણી.

ProudOfGujarat

ઝનોર એન.ટી.પી.સી. ખાતે એર સ્ટ્રાઈક ; મોકડ્રીલ જાહેર કરાતા સૌએ રાહતનો શ્વાસ લીધો

ProudOfGujarat

ભરૂચ : નર્મદા નદીમાં પાણીની સપાટી વધતા ઝઘડીયા તાલુકાનાં કાંઠા વિસ્તારનાં ૧૨ ગામો એલર્ટ કરાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!