Proud of Gujarat
GujaratFeaturedINDIA

કેરાલાથી પાર્લામેન્ટ દિલ્હી સુધીની સાયકલ યાત્રા અંકલેશ્વર આવી.

Share

બેરોજગારી, પેટ્રોલ-ડીઝલના ભાવોમાં અસહ્ય ભાવ વધારો, ખેડૂતોના બિલ, મહિલાઓ, લઘુમતીઓ તેમજ દલિતો અને આદિવાસીઓ પર થતા અત્યાચારના વિરોધમાં કેરાલાથી પાર્લામેન્ટ સુધી સાયકલ પર વિરોધ પ્રદર્શન કરી યુવા કોંગ્રેસના કાર્યકર્તાઓ આજરોજ અંકલેશ્વર ખાતે આવી પહોંચ્યા હતા.

અંકલેશ્વરમાં આવી તેઓએ સૌપ્રથમ મર્હુમ અહેમદ પટેલ સાહેબની કબર પર જઈ ફુલ ચડાવી શ્રદ્ધાંજલિ આપી હતી.

ત્યારપછી તેઓએ અહેમદ પટેલ સાહેબના પિતૃક ઘરની અને તેમના દ્વારા કાર્યરત સંસ્થાઓની મુલાકાત લીધી હતી, આ પ્રસંગે નગરપાલિકાના વિપક્ષી પૂર્વ ઉપનેતા શરીફભાઈ કાનુગા તેમજ જિલ્લા યુવા કોંગ્રેસના મહામંત્રી વસીમ ફ્ડવાલા, પ્રતીક કાયસ્થ, ઈમ્તિયાઝ બાણવા, સોયેબ શેખ, વિનય વસાવા, એચએમપી ના વસીમ રાજા સિકંદર કડીવાલા, ઇમરાન પટેલ વગેરે હાજર રહ્યા હતા.

Advertisement

Share

Related posts

માંગરોળ : મોસાલી ગ્રામ પંચાયત કચેરીમાં સરપંચ તરીકે સવિતાબેન અમરતભાઈ વસાવાએ ચાર્જ સંભાળ્યો.

ProudOfGujarat

ભરૂચ રોટરી કલબ ખાતે ડો. શ્યામા પ્રસાદ મુખર્જી બલિદાન દિવસ મનાવાયો.

ProudOfGujarat

આયશર ટેમ્પોમાં ધાતુની વોટર સ્ટોરેજની આડમાં 85.87 લાખના દારૂની હેરાફેરી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!