Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર જીઆઇડીસી સ્થિત કનોરીયા કેમિકલ પાસે બે વ્યક્તિ પર મોબાઇલ ચોરીની શંકા રાખી ત્રણ જેટલા ઈસમોએ હુમલો કર્યો.

Share

અંકલેશ્વર જીઆઇડીસી સ્થિત કનોરીયા કેમિકલ પાસે આવેલી મીનોલ એસિડ એન્ડ કેમિકલ કંપનીમાં કામ કરતા બળવંતભાઈ કાળુભાઇ રાઠોડ અને રમણભાઈ નારણભાઈ પરમાર ઉપર ત્રણ જેટલા ઈસમોએ મોબાઇલ ચોરી શંકાના આધારે રીસ રાખી પથ્થર વડે હુમલો કરતાં તેઓને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચવા પામી હતી જેથી તેઓને જયાબેન મોદી હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા તે દરમિયાન સારવાર દરમિયાન બળવંતભાઈ કાળુભાઇ રાઠોડ આજરોજ મોત થતાં જીઆઇડીસી પોલીસે હત્યાનો ગુનો નોંધી ત્રણ જેટલા ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ ઘટનામાં જીઆઇડીસી પોલીસે સો જેટલા લોકોનું સર્ચ કર્યું હતું ત્યારબાદ ડોગ સ્કોડના આધારે નજીકમાં આવેલી કંપની સાઈ ગ્રીન કંપની ખાતે દોડી જઇ ત્રણ જેટલા શંકાસ્પદ ઇસમોને ડોગ સિલકીએ ઓળખી બતાવ્યા હતા અને પોલીસે ચાર જેટલા શંકાસ્પદ હત્યારાઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મુકેશ વસાવા : અંકલેશ્વર

Advertisement

Share

Related posts

નડિયાદમા Y-20 અન્વયે બ્રહ્માકુમારી સંસ્થા દ્વારા શાંતિ પદયાત્રા યોજાઈ.

ProudOfGujarat

અભિનેત્રી જ્યોતિ સક્સેના એ તેના મનપસંદ ચોમાસાની મોસમની તે ક્ષણોને યાદ કરી વર્ણવી.

ProudOfGujarat

ભરૂચ-દાઉદી વ્હોરા સમાજ દ્વારા રમજાન ઇદ પર્વની ઉજવણી કરવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!