Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર : કુમકુમ બંગ્લોઝમાં એક વ્યક્તિને લાલચ આપી બે ઈસમ છેતરપિંડી કરી ફરાર.

Share

અંકલેશ્વરમાં ચોરીના બનાવો બનવાની સાથે લાલચ આપી છેતરપિંડી કરવાના બનાવો પણ વધી રહ્યા છે. ત્યારે ગતરોજ કુમકુમ બંગ્લોઝ ખાતે એક વ્યક્તિને કૂપનની લાલચ આપી બે ઇસમો છેતરપિંડી કરી ફરાર થઈ ગયા હતા.

અંકલેશ્વર પંથકમાં છેતરપિંડીની અનેકો ઘટનાઓ રોજેરોજ બનતી હોય છે પોલીસ તંત્ર દ્વારા પણ અવારનવાર આવી છેતરપીંડીથી બચવા અનેક જાહેરાતો કરે છે પરંતુ આવા ઇસમો અવનવી તરકીબ અજમાવી છેતરપિંડી કરી રહ્યા છે. ગતરોજ કોસમડી ગામ ખાતે આવેલ કુમકુમ બંગ્લોઝ ખાતે રહેતાં રમેશભાઈ ખાનાભાઈ પરમારને બે અજાણ્યા ઇસમોએ સ્કીમ લાગી હોવાનું કહી કૂપનની લાલચ આપી ૯,૦૦૦ રૂપિયા ઉપરાંતની છેતરપિંડી કરી ફરાર થઈ જવા પામ્યા હતા. આ સમગ્ર ઘટના કુમકુમ બંગ્લોઝ ખાતેના સીસીટીવી કેમેરામાં કેદ થવા પામી હતી. આ ઘટનાની જાણ જીઆઇડીસી પોલીસને થતાં આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મુકેશ વસાવા : અંકલેશ્વર

Advertisement

Share

Related posts

નડિયાદ કમળા ચોકડી પાસે બંધ બોડીના ટેમ્પામાંથી ૨.૨૦ લાખનાં વિદેશી દારૂ સાથે ચાલક ઝડપાયો

ProudOfGujarat

દહેજ ખાતે કોઈપણ ડિઝાસ્ટરને પહોંચી વળવા મેગા ટ્રેનીંગ કેમ્પ યોજાયો

ProudOfGujarat

આડોડિયાવાસમાં રેઇડ કરી ઇંગ્લીશ દારૂનાં જથ્થા સહિત કુલ રૂ.૪૫,૫૦૦/-નાં મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડતી ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!