Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર શહેર-તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કોરોનામાં મૃત્યુ પામેલાના પરિજનોને 4 લાખનું વળતર મળે તે માટે આવેદન આપ્યું.

Share

અંકલેશ્વર શહેર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદાર સમક્ષ કોરોના મહામારીમાં મૃત્યુ પામેલાનાં પરિજનોને સહાય રૂ.ચાર લાખ આપવા તથા કોવિડગ્રસ્ત લોકોને તમામ મેડિકલ બિલ ચૂકવવા માટેની લેખિત રજૂઆત કરવામાં આવી છે.

આ લેખિતપત્રમાં જણાવ્યા અનુસાર કોવિડ-19 મહામારી હાલમાં ઝડપથી ફેલાય રહી છે તેને રોકવા માટે ગંભીર પગલાં લેવાની સરકારને આવશ્યકતા છે. ગુજરાતમાં મોટો વર્ગ પોતાની રોજીંદી આવક ઉપર નિર્ભર છે. ગુજરાતમાં આર્થિક પ્રવૃત્તિઓ બંધ થાય તો સામાન્ય નાગરિકને પરવડે તેમ ના હોય, કોરોનાની મહામારીમાં ગુજરાત સરકારના બેદરકારી અને અણઘડ વહીવટનાં કારણે હોસ્પિટલોમાં બેડ, ઑક્સીજન, વેન્ટીલેટરની સરવારના અભાવે ગુજરાતનાં દર્દીઓને ખાનગી હૉસ્પિટલમાં મોંઘી સારવાર લેવી પડી અને ખાનગીમાં પ્રજાની ઉઘાડી લૂંટ ચલાવવામાં આવી હોય. સામાન્ય અને મધ્યમ વર્ગના પરિવારો આર્થિક પાયમાલ થયા, મૃતકના પરિવારો સાથે ભારતીય જનતા પાર્ટીની સરકારે માત્ર 50,000/- રૂપિયા વળતર ચૂકવવાનો મજાક કર્યો છે.

Advertisement

એક તરફ સરકાર કોરોનામાં મૃત્યુનાં આંકડા છુપાવે છે. મૃત્યુનાં પ્રમાણપત્રમાં મૃત્યુનું કારણ અન્ય બીમારી લખવામાં આવે છે આથી અમારી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ અંકલેશ્વરની માંગણી છે કે કોરોનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારોને રૂ. ચાર લાખની આર્થિક સહાય ચૂકવવામાં આવે. કોવિડથી મૃત્યુ પામેલ વ્યક્તિઓના પરિવારજનોને નોકરી સહિતની સુવિધા આપી અને આર્થિક મદદ કરવામાં આવે.

ગુજરાત રાજ્ય સરકાર ઉદ્યોગપતિઓના દેવા માફ કરે છે, એરોપ્લેન, હેલિકોપ્ટર જેવી સેવાઓમા કરોડો રૂપિયા વેડફે છે પરંતુ કોરોનાના મૃતકોનાં પરિવારને મદદ નથી કરતાં, કોરોનામાં મૃત્યુ પામેલા વ્યક્તિઓના પરિવારોને રૂ.4 લાખની સહાય ચૂકવવામાં આવે તેવી કોંગ્રેસ પક્ષની માંગણી છે.


Share

Related posts

ઝઘડિયા કોર્ટ સંકુલ માં દસમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી…

ProudOfGujarat

વાંકલ : વેરાકુઇ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સિકલસેલના દર્દીઓનું વેક્સીનેશન કરાયું.

ProudOfGujarat

ભરૂચમાં અલગ-અલગ 4 અકસ્માતમાં 3 વ્યક્તિનાં મોત અન્ય 3 ઘાયલ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!