Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર : શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટસ અને કોમર્સ કોલેજ ખાતે સ્વામી વિવેકાનંદની ૧૫૮ મી જન્મ જયંતી નિમિત્તે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો.

Share

શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટસ અને કોમર્સ કોલેજ ઈ.એન. જીનવાલા કેમ્પસ, અંકલેશ્વર ખાતે સ્વામી વિવેકાનંદની ૧૫૮મી જન્મ જયંતી ઉજવણી તથા મતદાર જાગૃતિ અંગેનો કાર્યક્રમ યોજાઈ ગયો.

આ કાર્યક્રમની પ્રાસ્તાવિક ભૂમિકા એનએસએસ પ્રોગ્રામ ઓફીસર ડો.જયશ્રી ચૌધરી એ બાંધી હતી. આ કાર્યક્રમમાં પ્રાસંગિક ઉદબોધન કોલેજના કાર્યકારી આચાર્ય ડો. કે. એસ. ચાવડા એ કરતા કહ્યું હતું કે, ” શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટસ અને કોમર્સ કોલેજ આ વિસ્તારના યુવા વિદ્યાર્થી ભાઈ બહેનોના વ્યક્તિત્વ વિકાસ માટેના વિવિધ આયામો પર ખાસ ભાર મૂકીને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે તત્પર છે. સ્વામી વિવેકાનંદના વિચારો યુવા ઘડતર માટે ખૂબ જ જરૂરી છે.” યુવા આયામ વિભાગના સંયોજક મુખ્ય વક્તા નીરવ પટેલે સ્વામી વિવેકાનંદના જીવનમાં મહત્વના પાસાઓને ઉજાગર કરતાં જણાવ્યું હતું કે, ” સ્વામી વિવેકાનંદે એક મંત્ર આપ્યો: દરિદ્ર નારાયણ ભવ. આ જ સાચી દેશભક્તિ છે. આજે ભારત દેશમાં ભારતમાતાનું ક્યાંય મંદિર નથી. સ્વામી વિવેકાનંદે કહ્યું હતું કે ભારત માતાની ઉપાસના કરો તો તમે વિશ્વમાં શ્રેષ્ઠ બનશો. સ્વામી વિવેકાનંદના જન્મદિવસની ઉજવણીમાં યુવાઓ બે મિનિટ ભારત દેશ માટે વિચાર કરે, દેશભક્તિ માત્ર બોર્ડર પર જઈને યુદ્ધમાં સહભાગી થવા માટે જ નથી. પરંતુ નાના નાના કામથી તમે તમારી દેશભક્તિને અભિવ્યક્ત કરી શકો છો. જેમ કે, ગરીબ બાળકોને શિક્ષણ આપીને, તેમની કાળજી કરીને, બર્થ ડે હોય ત્યારે જરૂરતમંદ ગરીબ બાળકોને ચોકલેટ કે કેક આપીને, ગરીબ પરિવારોને ધાબળા આપીને, સોશિયલ મીડિયામાં સેલ્ફી વિથ વિવેકાનંદ અથવા સેલ્ફી વિથ નેશનલ હીરો કે જે દેશના હીરો છે જેમણે તન, મન, ધનથી સમર્પણ કર્યું છે. ” કાર્યક્રમની આભારવિધિ આઝાદીનો અમૃત મહોત્સવના કન્વીનર પ્રા.પ્રવીણકુમાર બી.પટેલે કરી હતી.

મતદાર જાગૃતિનો કાર્યક્રમમાં નાયબ મામલતદાર નીલાબેન પટેલ તથા નાયબ મામલતદાર મતદાર વિભાગ ઉર્વશીબેન પટેલની ઉપસ્થિતિમાં યોજાઈ ગયો. કાર્યકારી આચાર્ય ડો. કે.એસ. ચાવડાએ મતદાર જાગૃતિના મહત્વને સમજાવ્યું હતું. વક્તવ્ય આપતા સિનિયર અધ્યાપક ડો.જી.કે.નંદાએ કહ્યું હતું કે” દેશ નિર્માણમાં સાચી દેશભક્તિ આપણે યોગ્ય વોટર બનીને યોગ્ય વોટ આપીને નિભાવી શકીએ છીએ. ” કાર્યક્રમને સફળ બનાવવા માટે રાહુલ વસાવા, રાહુલ પટેલ, અંકિત પરમાર, તલ્હા, અયાઝ વગેરેએ ભૂમિકા ભજવી હતી.

Advertisement

Share

Related posts

ભરૂચ શહેરની શ્રદ્ધા સોસાયટીનાં એક મકાનમાંથી વિદેશી દારૂ સાથે બુટલેગરને પોલીસે ઝડપી લઇ ૧૧ હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

ProudOfGujarat

ઉર્વશી રૌતેલાએ તેમની ફિલ્મ વોલ્ટેર વેર્યાના કાર્યક્રમમાં મેગાસ્ટાર ચિરંજીવીના આશીર્વાદ લેતા દર્શકો પ્રભાવિત થયા

ProudOfGujarat

માંગરોળ તાલુકાના પાલોદ ગામે રૂ.૧૨૬ કરોડની મહુવેજ જુથ પાણી પુરવઠા યોજનાનું ખાતમુહૂર્ત કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!