Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

મધય્મ વર્ગના એક વિધાર્થીને રૂ. ૧લાખની સ્કોલરશીપ પ્રાપ્ત થઈ

Share

અંકલેશ્વર નગર નો ગૌરવ વનતો બનાવ

પિતા ઓટો ગેરેજમા કામ કરે છે ત્યારે સંતાને મેળવેલ સિધ્ધિ

Advertisement

અંકલેશ્વરની  મર્કસ સ્કુલની એક બાર વર્ષની વય ધરાવતી ધો.૬ મા ભણતી શનોબા અશરફ ખાન એક મધ્યમ વર્ગની કુંટુબની સંતાન છે જેના પિતા અંકલેશ્વર શહેર ખાતે ઓટો ગેરેજ મા કામ કરી રહ્યા છે. ત્યારે માતા પણ ગૌરવ અનુભવે  છે. શનોબાને બે બહેનો પણ છે. આ અંકલેશ્વરનુ ગૌરવ એવા શનોબા નુ કહેવુ છે કે અભ્યાસ કરો અને અભ્યાસમા રૂચિ દાખવો અથવા તો કોઈ પણ ક્ષેત્રમા રૂચિ રાખવી મહેનત કરો અવશ્ય સફળ થઈ શકાય. શનોબા પણ સખત મહેનત કરી અભ્યાસ કરી ડેન્ટીસ બનવા માંગે છે. અને તેમ કરીને લોકોની સેવા કરવા માંગે છે. આટલી નાની ઉંમરે શનોબાને કોલગેટ કંપનીએ ગુજરાતમા ફસ્ટ વિનર સ્કોલરશીપ જાહેર કરી. દિકરી એ આવી સિધ્ધિ પ્રાપ્ત કરી તે અંગે તેની માતા એ પણ જણાવ્યુ કે ભલે અમે મધ્યમ વર્ગના હોઈએ પરંતુ દિકરીના અભ્યાસ માટે કોઈ કચાસ રાખતા નથી. આવો ગૌરવવનતો બનાવ અંકલેશ્વર ખાતે બન્યો. ટુંક સમયમા કોલગેટની જાહેરાતોમા શનોબા દેખાશે. અને તેથી શનોબાની અભ્યાસ સાથે એક નવી કેરીયર શરૂ થશે.


Share

Related posts

રાજપીપળા : નાંદોદનાં ગોપાલપુરા ગામના રહીશો શિરડી પદયાત્રા જતાં ગ્રામજનોએ શુભેચ્છા પાઠવી.

ProudOfGujarat

ભરૂચ નગરમાં ઠેર ઠેર મારામારી, હત્યા, ચોરી વગેરેના બનાવો બનવા માંડ્યા છે જાણો કારણ

ProudOfGujarat

સુરત : ‘આપ’ ના નગરસેવક સાથે વરાછા ઝોનના કાર્યપાલક એન્જિનિયરની દાદાગીરીથી કોર્પોરેશનના અધિકારીઓની મનમાની ખુલ્લી પડી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!