Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર જીઆઇડીસી માં આવેલ મેટ્રો કુરિયરની ઓફિસમાં કુરિયરની આડમાં દારૂનું વેચાણ કરતા બે ઈસમોને ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયા..!

Share

ભરૂચ જિલ્લામાં બેફામ બનેલા બુટલેગરો પોલીસ પકડથી બચવા માટે હવે અવનવા હતકંડા અપનાવી શરાબને શહેર સુધી પહોંચાડવાનું ષડયંત્ર કરી રહ્યા હોય તેનો જીવતું જાગતું ઉદાહરણ ક્રાઇમ બ્રાંચે પાડેલા કુરિયર ઓફીસમાં દરોડા પરથી કહી શકાય તેમ છે.

અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં આવેલ મહાવીર કો.હા. કોમ્પ્લેક્ષની દુકાન નંબર ૧૨ ખાતે આવેલ મેટ્રો કુરીયરની ઓફીસમાં કુરીયર પાર્સલની આડમાં ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટના વિદેશી દારૂની બ્રાન્ડેડ બોટલો લાગી વેપાર કરતા હોવાની બાતમી ભરૂચ લોકલ ક્રાઇક બ્રાંચને મળતા પોલીસે સ્થળ પર વોચ ગોઠવી તપાસ કરતા કુરીયર પાર્સલમાં આવેલ વિદેશી શરાબ તેમજ બિયરનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો.

Advertisement

ક્રાઇમ બ્રાંચે મામલે કુરીયર ઓફિસના સંચાલક પારસગીરી લહેરગીરી ગોસ્વામી રહે.જૂની કોલોની, વાલિયા ચોકડી અંકલેશ્વર તેમજ દારૂનો જથ્થો લાવનાર ઈસમ મહેન્દ્રપુરી રૂપપૂરી ગોસ્વામી રહે,વાલિયા ચોકડી અંકલેશ્વર નાઓને ઝડપી પાડ્યા હતા, તો પોલીસના દરોડાને જોઈ સ્થળ પરથી સુરેશપુરી રાજપુરી ગોસ્વામી ફરાર થયો હતો સાથે દારૂ મંગાવનાર ઉમેશ મહેશભાઈ વસાવા રહે,જૂની કોલોની વાલિયા ચોકડી અંકલેશ્વર નાઓ સહિત બંને ઇસમોને ક્રાઇમ બ્રાંચે વોન્ટેડ જાહેર કર્યા હતા.

ક્રાઇમ બ્રાંચના દરોડામાં ભારતીય બનાવટનો વિદેશી શરાબ તથા બિયરનો જથ્થો સહિત એક ફોર વ્હીલ કાર અને એક્ટિવા મોપેડ મળી કુલ ૪,૬૪,૪૪૦ નો મુદ્દામાલ ક્રાઇમ બ્રાંચે કબ્જે કરી મામલા અંગે અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથકે ગુનો દાખલ કરી તમામ ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી કરતા નશાનો વેપલો કરતા તત્વોમાં ફફડાટ છવાયો છે.

હારુન પટેલ : ભરૂચ


Share

Related posts

નેત્રંગના લાલ મંટોડી ગામે ઘરની પાછળ ઓરડીમાં જુગાર રમતાં 4 ઝબ્બે : એક ફરાર

ProudOfGujarat

વડોદરામાં મકરપુરા જીઆઇડીસીમાં કમ્પાઉન્ડમાં જુગાર રમતા છ જુગારીઓ ઝડપાયા.

ProudOfGujarat

ઓલપાડ ખાતે નાણા, ઉર્જામંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાશે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!