Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામે તાલુકા કક્ષાનો બ્લોક આરોગ્ય મેળો યોજાયો.

Share

અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામની જ્ઞાનદીપ હાઈસ્કૂલના પટાંગણ ખાતે તાલુકા કક્ષાનો બ્લોક હેલ્થ મેળાનું નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઇ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં આયોજન કરવામાં આવ્યું હતું. આ આરોગ્ય મેળામાં નિષ્ણાંત તબીબો દ્વારા તપાસ અને સારવાર અપાઈ હતી તેમજ લાભાર્થીઓએ જુદી જુદી યોજનાના લાભ લીધા હતા.

ગુજરાતભરમાં તા.૧૮ મી થી ૨૨ એપ્રિલ દરમિયાન દરેક તાલુકા સ્થળે બ્લોક હેલ્થ મેળાનું આયોજન કરવાના ભાગરૂપે અંકલેશ્વરના અંદાડા ગામની જ્ઞાનદીપ હાઈસ્કૂલના પટાંગણ ખાતે નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઇ પટેલની અધ્યક્ષતા હેઠળ અંકલેશ્વર તાલુકા કક્ષાનો બ્લોક હેલ્થ મેળો યોજાયો હતો. આ આરોગ્ય મેળાનો દીપ પ્રાગટ્ય દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો હતો. નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઇ પટેલે જણાવ્યું હતું કે રાજય સરકાર દ્વારા દરેક તાલુકામથકો પર બ્લોક હેલ્થ આરોગ્ય મેળાઓનું આયોજન કરીને ધર આંગણે જ આરોગ્યલક્ષી સુવિધાઓ આપીને એક આગવી પહેલ કરવાની સાથે ગ્રામ્ય વિસ્તારના લોકો માટે આ મેળાઓ ખૂબ જ આર્શિવાદરૂપ બની રહયા છે. તેમણે ઉમેર્યું હતું કે ભરૂચ જિલ્લા આરોગ્યતંત્રની પ્રસંશનીય કામગીરીને લીધે આજે જિલ્લાના ગામડાના છેવાડાના વિસ્તારો સુધી આરોગ્ય સેવાઓનું ફલક પહોંચી ચૂક્યું છે તેમ જણાવ્યું હતું. અન્ય મહાનુભાવો દ્વારા પ્રાસંગિક
પ્રવચન કરવામાં આવ્યું હતું. આ બ્લોક હેલ્થ મેળામાં કુલ ૧૨ પ્રકારની આરોગ્યલક્ષી સેવાઓ વિનામૂલ્યે આપવામાં આવી હતી. આ ઉપરાંત આયુષ્યમાન ભારત નેશનલ હેલ્થ આઈડી પણ જનરેટ કરવામાં આવ્યો હતો. આ વેળાએ નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઇ પટેલ તેમજ મહાનુભાવોના હસ્તે બાળકોને ન્યુટ્રીશીયન કીટ પણ આપવામાં આવી હતી તથા આયુષ્યમાન ભારત કાર્ડ તથા હેલ્થ કાર્ડના લાભાર્થીઓને કાર્ડ વિતરણ પણ મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું.

આ આરોગ્ય મેળા અંતર્ગત વિવિધ આરોગ્યલક્ષી સ્ટોલ જેમ કે, બાળરોગ, સ્ત્રી રોગ, આંખ રોગ, કાન રોગ, દંત રોગ, ડાયાબીટીસ, બ્લડપ્રેસર, કેન્સર, જનરલ ઓ.પી.ડી., કોવિડ તથા રસીકરણ તેમજ આયુર્વેદિક/હોમિયોપેથીક સારવાર વગેરેનું નિષ્ણાંત ડૉક્ટર દ્વારા વિનામૂલ્યે તપાસ અને દવા વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત આયુષ્યમાન ભારત કાર્ડ તથા હેલ્થ કાર્ડના લાભાર્થીઓને કાર્ડ વિતરણ, નવા કાર્ડ બનાવવા, રીન્યુ કરવા તેમજ લોકોના આરોગ્યની સુખાકારી માટે બિનચેપી રોગો અને સંક્રામક રોગોની પ્રાથમિક તપાસ અને આરોગ્યપ્રદ જીવનશૈલી જીવવા માટે રોજીંદા જીવનની જીવનશૈલી કેવી હોવી જોઈએ તે અંગેની જાણકારી પુરી પાડવામાં આવી હતી. આ આરોગ્ય મેળામાં તાલુકા પંચાયતના પ્રમુખ અરવિંદભાઇ પટેલ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.જે.એસ.દુલેરા, જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના અધ્યક્ષા આરતીબેન પટેલ, અંદાડા ગામના સરપંચ નીરુબેન પટેલ, તાલુકા આરોગ્ય અધિકારી ડો.સુશાંત કઠોરવાલા, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ તૃપ્તિબેન જાની, જિલ્લા પંચાયતના સભ્યો, આગેવાન પદાધિકારીઓ, ગ્રામજનો તેમજ લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

બીએસઈ ડેરિવેટિવ્ઝ સેગમેન્ટનું ટર્નઓવર રૂ. 6 લાખ કરોડને આંબી ગયું, જે અત્યાર સુધીનું સૌથી વધુ ટર્નઓવર છે

ProudOfGujarat

ભરૂચ : આઝાદીનાં અમૃત મહોત્સવ-2021 અંતર્ગત સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ નેત્રંગ ખાતે 65 મો વેબીનાર યોજાયો.

ProudOfGujarat

સુરતથી મુંબઈ જતા નેશનલ હાઇવે 48 પર આવેલા ભાગ્યોદય હોટલ નજીક ઉભેલા ટેન્કર પાછળ ટ્રક ઘુસી જતા અકસ્માત સર્જાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!