Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર : બાપુનગર ઓવરબ્રિજ પાસેથી આઇસર ટેમ્પોમાં લઈ જવાતા પ્લાસ્ટિક, પતરાના બેરલો સહિતની વસ્તુઓ સાથે એક ઈસમની ધરપકડ કરાઈ.

Share

ભરૂચ જિલ્લા પોલીસ વડા તરીકેનો હવાલો ડો.લીના પાટીલે સંભાળ્યા બાદથી બુટલેગરો સહિત ગેરકાયદે ભંગારીયાઓ સામે પોલીસે સતત તવાઈ બોલાવી છે. આધાર પુરાવા વગર ભંગારના સામાન રાખતા તત્વો સામે પોલીસે લાલઆંખ કરી છે, જેમાં વધુ એક આઇસર ટેમ્પો અંકલેશ્વર ખાતેથી ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડ્યો છે.

બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાંચના કર્મીઓ અંકલેશ્વર શહેરમાં પેટ્રોલિંગમાં હતા દરમિયાન જુના નેશનલ હાઇવે ૮ પર આવેલ અંકલેશ્વર ના બાપુનગર ઓવર બ્રિજ પાસેથી આઇસર ટેમ્પોમાં ભરી લઈ જવાતા શંકાસ્પદ પ્લાસ્ટિક, પતરાના બેરલો તથા નાના ડ્રમો મળી કુલ નંગ ૧૯૫ સાથે એક ઈસમ ને ઝડપી પાડ્યો હતો.

ક્રાઇમ બ્રાંચે મામલે વિષ્ણુભાઈ ગોમાન ભાઈ વસાવા રહે,સિલુડી,તા વાલિયા નાઓને આઇસર ટેમ્પો નંબર GJ,16,AU,2564 અને અને તેમાં ભરેલ પ્લાસ્ટિક, પતરા બેરલો સહિત ની વસ્તુઓ બિલ કે આધાર પુરાવા વગર લઈ વહન કરતો હોય કુલ ૩,૧૭,૩૭૫ નો મુદ્દામાલ કબ્જે કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી.

Advertisement

હારૂન પટેલ


Share

Related posts

ધંધુકા તાલુકા હેલ્થ ઓફીસ ખાતે સપ્તધારા થી સ્વાસ્થ્ય કાર્યક્રમનો વર્કશોપ યોજાયો

ProudOfGujarat

શહેરા : નાંદરવા હાઇસ્કુલના આચાર્ય પી.ડી.સોલંકીનો વયનિવૃત સભારંભ યોજાયો.

ProudOfGujarat

સમસ્ત ભરૂચ જિલ્લા લઘુમતી સમાજ દ્વારા નૂપુર શર્મા પર કાયદેસરની કાર્યવાહીની માંગ સાથે અપાયું આવેદનપત્ર..!!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!