Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વર નીરવ મેમોરીયલ ટ્રસ્ટ દ્વારા પ્રાથમિક શાળાઓમાં નોટબુકનું વિતરણ કરાયું.

Share

અંકલેશ્વર ખાતે કાર્યરત નીરવ મેમોરીયલ ટ્રસ્ટ દ્વારા પ્રતિવર્ષની પરંપરા મુજબ પ્રાથમિક શાળાઓમાં નોટબુક, ડાયરા તેમજ સ્કૂલ બેગનું વિતરણ કરવામાં આવ્યું હતું.

અંકલેશ્વરમાં છેલ્લા દસ વર્ષથી શૈક્ષણિક સાંસ્કૃતિક તેમજ સમાજસેવી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા નીરવ મેમોરીયલ ટ્રસ્ટ દ્વારા સતત દસમા વર્ષે અંકલેશ્વરની નગરપાલિકા સંચાલિત શહેરની ૧૮ જેટલી પ્રાથમિક શાળાઓમાં ડાયરા નોટબુક અને સ્કૂલ બેગનું વિતરણ કરવામાં આવ્યું હતું. પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થીનીઓને 4500 નોટબુક, 2800 જેટલા ડાયરા અને 150 થી વધુ સ્કૂલબેગનું વિતરણ કરાયું હતું. આ પ્રસંગે નીરવ મેમોરિયલ ટ્રસ્ટના ટ્રસ્ટી તેમજ અંકલેશ્વર નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ સંદીપ પટેલ સહિત શાળાના આચાર્યો, શિક્ષકો, વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

સુરેન્દ્રનગર જિલ્લાના તાલુકામાં 500 (પાંચસો)થી વધુ આ પરિવાર ને 100 (સો)ચોરસ વારના પ્લોટ આપવામાં આવેલ છે.

ProudOfGujarat

ઉતરાયણને ધ્યાનમાં રાખી ભરૂચ ફૂડ વિભાગની કડક કાર્યવાહી, ગોળ-ચીકીના 19 નમૂના લેબમાં મોકલાયા

ProudOfGujarat

અંકલેશ્વરના જલારામ એપાર્ટમેન્ટમાં તસ્કરો ઇલેક્ટ્રીક સામાન સહિત પ્લમ્બીંગના 1.10 લાખની મત્તાના સામાનની ચોરી કરી ફરાર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!