Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વર સરદાર પટેલ હોસ્પિટલ નજીક ટ્રાવેલર્સ ઉપર ફાયરિંગ, માથામાં ગોળી વાગતા ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયો.

Share

ભરૂચ જિલ્લામાં ફાયરિંગની ઘટનાઓ અવારનવાર સામે આવતી દેખાઈ રહી છે, થોડા દિવસો અગાઉ અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં રહેતા ફાયરિંગની ઘટનામાં એક વ્યક્તિ એ જીવ ગુમાવ્યો હતો તે ઘટનાના ગણતરીના દિવસોમાં જ વધુ એક ઘટના અંકલેશ્વરના સરદાર પટેલ હોસ્પિટલ નજીકથી સામે આવી રહી છે.

સરદાર પટેલ હોસ્પિટલ નજીક અહમદ સઈદ વાડીવાળા નામના વ્યક્તિ ઉપર અજાણયા શખ્શોએ મોડી રાત્રીના સમયે ફાયરિંગ કરતા તેઓને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. પ્રાથમિક સુત્રોનું માનવામાં આવે તો ૩ થી ૪ લોકો ઉપર શંકા વ્યક્ત કરાઈ છે, તેમજ નગરપાલિકા ચૂંટણીની અદાવતે હુમલાનું પ્રાથમિક અનુમાન ઘટના બાદ લગાવાઇ રહ્યું છે.

Advertisement

અચાનક બનેલ ફાયરિંગની ઘટના બાદ સમગ્ર પંથકમાં ચકચાર મચ્યો હતો તેમજ પોલીસે પણ સ્થળ પર પહોંચી જઈ મામલા અંગેની કડીઓ મેળવવાની કવાયત શરૂ કરી છે, રાત્રીના સમયે આવેલા અજાણ્યા ઈસમો કોણ હતા અને શું કારણસોર ઘટનાને અંજામ અપાયો હશે તેવી બાબતો હાલ તો લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બની છે.

હારુન પટેલ : ભરૂચ
મો.નં. : 99252 22744


Share

Related posts

ગ્રામ્ય કક્ષાએ લોકડાઉનનો અમલ કરાવવાની જવાબદારી સરપંચો ઉઠાવે : DGP

ProudOfGujarat

ઝઘડીયા તાલુકામાં કોરોના રસીના બુસ્ટર ડોઝ આપવાની શરૂઆત.

ProudOfGujarat

નેત્રંગ : કોતરડામાં ગંદા – ખાડકૂવાનું પાણી છોડાતા રહીશો હેરાન પરેશાન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!