Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામેથી એલસીબી એ ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી લીધો.

Share

ભરૂચ જીલ્લાના અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામેથી ભરૂચ એલસીબી એ ભારતીય બનાવટના વિદેશી દારુના જથ્થા સાથે એક ઇસમને ઝડપી લીધો હતો, જ્યારે એક ઇસમને વોન્ટેડ જાહેર કરીને તેને ઝડપી લેવા કવાયત હાથ ધરી હતી.

મળતી વિગતો મુજબ ભરુચ એલસીબી ની ટીમને બાતમી મળી હતી કે અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામે કૈલાસ ટેકરી ખાતે રહેતા ભાવીન હર્ષદભાઇ મોદીએ તેના ઘરમાં ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઉતારેલ છે. એલસીબી એ મળેલ બાતમી મુજબના સ્થળે જઇને તપાસ કરતા ત્યાં ઘરના આગળના ભાગેથી ભારતીય બનાવટના વિદેશી દારુનો રૂ.૫૮૨૦૦ નો જથ્થો મળી આવ્યો હતો. એલસીબી પોલીસે ભાવીન મોદી રહે.ગામ અંદાડાનાને ઝડપી લઇને અન્ય એક ઇસમ અજય ગોકુળભાઇ વસાવા રહે.જુના હરિપરા તા.અંકલેશ્વરનાને વોન્ટેડ જાહેર કરીને કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ


Share

Related posts

નર્મદા જિલ્લામાં વેપારીઓ-સેવાકિય સંસ્થાના કર્મચારીઓ માટે ખાસ વેક્સીનેશનની ડ્રાઇવ યોજાઇ.

ProudOfGujarat

ગોધરા માર્કેટયાર્ડમાં સોશિયલ ડિસ્ટન્સ રાખીને શાકભાજી નું વેચાણ

ProudOfGujarat

પાલેજમાં મુસ્લિમ સમુદાય દ્વારા ઇદે મિલાદ પર્વની શાનદાર ઉજવણી, વરસતા વરસાદ વચ્ચે પણ ઝુલુસે મુહમ્મદીમાં મોટી સંખ્યામાં અકિદતમંદો ઉમટી પડ્યા…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!