Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરમાં સુરસુરીયા જેવું રાજકીય રોકેટ ફોડ્યું કે ફાટ્યું..?? :- ચર્ચાનો ગરમ મુદ્દો.

Share

ભાજપમાં શરૂ થયેલી મુરતિયા શોધવાની કવાયતના ભાગરૂપે નિરીક્ષકોની સામે ઉમેદવારી નોંધાવવાના ઘટનાક્રમમાં અંકલેશ્વર- હાંસોટ વિધાનસભા માટે આશ્ચર્ય સર્જાયું હતું. નગરપાલિકામાં નવીસવી ચુંટાયેલી એક મહિલા કોર્પોરેટરે બિન્દાસ્ત નિરીક્ષકો સામે વિધાનસભા લડવાની પોતાની ઈચ્છા વ્યક્ત કરી દીધી હતી.

સામાન્ય સંજોગોમાં આવું બનતું રહેતું હોય છે. પાર્ટીમાં કાર્યકરોને ટિકિટ માંગવાનો હક છે. પરંતુ અંકલેશ્વર માટે આ ઘટનાની ચર્ચા અલગ કારણોસર છે.
1) ટિકિટ માંગનાર મહિલા કોર્પોરેટર પ્રથમવાર જાહેર ક્ષેત્રમાં આવેલા છે. તેણીને નગરપાલિકાની ટિકિટ આપવામાં શહેર પ્રમુખની મુખ્ય ભૂમિકા હતી.
ઉપરાંત, ધારાસભ્યના (અતિ )વિશ્વાસુનાં સાનિધ્યમાં ચૂંટણી લડવાની હતી તેથી જીત ગયા હતા.
2) થોડા જ સમય પહેલા આ મહિલા કોર્પોરેટરને વોર્ડનાં સાથી સભ્ય સાથે વાંકું પડ્યું હતું.
3) આ મહિલા કોર્પોરેટરના પતિ ઉદ્યોગપતિ છે. આ વખતે ઉદ્યોગ લોબીએ પોતાના ઉમેદવાર માટે જોર લગાવ્યુ છે. ત્યારે સવાલ થાય કે આ રોકેટ
ફૂટ્યું ક્યાંથી??
4) ધારાસભ્યના માનીતાની પણ દાવેદારી હતી ત્યારે છાંટા ઉડાડી તેની દાવેદારી કમજોર કરવાની આ કોશિશ તો નથી ને??
5) આગલી રાતે સમજાવટનો દૌર ચાલ્યો હોય છતાં જો એક મહિલા કોર્પોરેટર સમજી ના શકે, તો આને રાજકીય અણઆવડત જ કહેવાય…
ધારાસભ્ય સામેનુ તીર છોડનાર સફળ રહે એમાં એની સફળતા કરતા પેલા અંગતની નિષ્ફળતાની જ ચર્ચા વધુ થાય… કોઈ શક??..
6) આ મહિલાની નાહકની ચર્ચામાં બીજા સક્ષમ દાવેદારોની ચર્ચા અભરાઈએ ચડી ગઈ.

Advertisement

ખેર, અંકલેશ્વરની સીટ ભાજપ માટે એ-ગ્રેડની છે તેની જ આ ભવાઈ છે. આ વખતે ઉદ્યોગ આલમમાંથી પણ દાવેદારી થઈ છે તે જોતા શહેર અને જીઆઇડીસી બે છાવણીમાં વહેંચાઈ ગયા છે. ત્યાં જ આ શહેરનું રોકેટ ફૂટ્યું ( જે સુરસુરિયું જ છે ) છતાં ફૂટ્યુંએ અગત્યનું છે. ધારાસભ્યને નિરીક્ષક બનાવાયા તેથી માની લેવાયું છે કે સીટ ખાલી પડશે. એટલે આ હોડ જામી છે.


Share

Related posts

ઝઘડિયા તાલુકામાં કોરોના વાયરસને અટકાવવા ઝઘડિયા સેવાસદન ખાતે બેઠક યોજાય.

ProudOfGujarat

ભરૂચ ખાતે કોવિડ રસીકરણના બીજા તબક્કામાં પોલીસ અધિક્ષક સહીત અધિકારીઓ તેમજ કલેકટરે કોવિડની રસી મુકાવી.

ProudOfGujarat

30 દિવસમાં 5 બાળાઓ નરાધમોનો શિકાર, સુરતની 1 બાળકી હજી પણ ICUમાં ઝઝૂમે છે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!