Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરમાં ભિક્ષુકોનાં મોત થવાથી તે ગરમી અથવા બીમારીથી થવાની શંકા.

Share

અંકલેશ્વર પંથકમાં 60 કરતાં વધુ ઉંમરનાં બે અજાણ્યા ભિક્ષુક પુરૂષોનાં મોત થતાં તેઓનાં મોત ગરમીથી અથવા કોઈક બીમારીથી થયા હોવાની શંકા લોકોમાં ઊભી થઈ છે. અંકલેશ્વર પંથકમાં લોક ડાઉનનો ચુસ્ત અમલ થઈ રહ્યો છે. ત્યારે સેવાભાવી સંસ્થાઓ લોકોને બે સમયનું ભોજન આપીને સમાજ સેવા કરી રહ્યા છે. ત્યાં હવે અંકલેશ્વર શહેરમાં બે વૃદ્ધોનાં મોત થયાં હોવાની ઘટના પોલીસ મથકમાં દાખલ થઈ છે. જેમાં અંકલેશ્વર શહેરનાં બસ ડેપો પાસે 60 વર્ષીય વૃદ્ધ મૃત હાલતમાં મળી આવ્યા હતા. શરીરે અસ્વસ્થ દેખાતા આ વૃદ્ધનું મોત કોઈક બિમારીથી અથવા હિટવેવનાં કારણે થયું હોવાની લોકોને શંકા છે. જયારે બીજી ઘટનામાં અંકલેશ્વર રેલ્વે સ્ટેશન ટાંકી ફળિયા પાસે ઓવરબ્રિજ નીચે 65 વર્ષીય વૃદ્ધ મૃત હાલતમાં મળી આવ્યો હતો. બંને ભિક્ષુક લાગતાં હતા. પોલીસને જાણ થતાં મૃતદેહનો કબ્જો મેળવી તેમનું મોત કયાં કારણોસર થયું તે માટે પી.એમ. અર્થે મોકલી આપી હાલ તો અકસ્માત મોત અંગે ગુનો દાખલ કરી પોલીસે તપાસ શરૂ કરી છે.

Advertisement

Share

Related posts

પૂર્વ વડાપ્રધાન સ્વ.રાજીવ ગાંધીની પુણ્યતિથી નિમિત્તે જીલ્લા કોંગ્રેસ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી.

ProudOfGujarat

કરજણ – પાદરા માર્ગ પર ટ્રકમાં આગ ભભુકી ઉઠતા અફરાતફરી મચી જવા પામી હતી, ફાયર કર્મીઓએ આગ પર પાણીનો મારો ચલાવી કાબુ મેળવ્યો હતો..

ProudOfGujarat

વલણ ગામે Τ.Κ. આઈડિઅલ ટ્રસ્ટ અને ક્લિનિક દ્વારા 6 ઠ્ઠો હિજામા કેમ્પ (કપિંગ થેરાપી) યોજાયો* “Τ.Κ. આઈડિઅલ એજયુકેશનલ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ” અને “Τ.Κ. આઈડિઅલ ક્લિનિક”ના સંયુક્ત ઉપક્રમે કરજણના વલણ ગામે 6ઠ્ઠો “હિજામા કેમ્પ” યોજાયો હતો. જેનો લાભ વલણ, પાલેજ, માંકણ અને આસપાસના ગામોનાં લોકોને “રાહત દરે” મળ્યો હતો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!