Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરમાં બુટલેગરો સામે પોલીસની તવાઇ-ભારતીય બનાવટના વિદેશી શરાબના જથ્થા સાથે એક બુટલેગરની ધરપકડ.

Share

અંકલેશ્વર શહેર પોલીસ મથકના કર્મીઓ પેટ્રોલીંગમાં હતા દરમિયાન મળેલ બાતમીના આધારે અંકલેશ્વર સરદાર પટેલ હોસ્પિટલ રોડ ઉપર મુબિન સોસાયટીમાં આવેલ મિતા એપાર્ટમેન્ટમાં ગ્રાઉન્ડ ફ્લોરમાં રહેતો જુનેદ ઉર્ફે સેકલીન શેખ નાએ પોતાના રહેણાંક મકાનમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો સંતાડી રાખી વેચાણ કરતો હોય પોલીસે સ્થળ ઉપર દરોડા પાડયા હતા.

અંકલેશ્વર શહેર પોલીસે મકાનમાં તલાશી લેતા મકાનમાં સંતાડવામાં આવેલ ભારતીય બનાવટના શરાબના જથ્થાના કુલ ૬ જેટલા બોક્ષમાંથી કુલ ૭૯ બોટલ મળી કુલ ૩૧,૬૦૦ નો મુદ્દામાલ કબ્જે કરી જુનેદ ઉર્ફે સેકલીન શેખ નાની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

Advertisement

Share

Related posts

રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીઃ કેવડીયા સરદાર પટેલની પ્રતિમાના સાનિધ્યમાં અને સાતપૂડાની શાખે યોજાઇ શાનદાર રાષ્ટ્રીય એકતા પરેડ

ProudOfGujarat

સોશિયલ મીડિયા પર ખોટા ફોટા વાયરલ કરવાની ધમકીથી યુવતી ત્રસ્ત, અભયમ-181ની મદદથી મળ્યો રાહત

ProudOfGujarat

ભરૂચ : બોર્ડની પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓને ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે યુવા કોંગ્રેસના મહામંત્રી વસીમ ફડવાલા દ્વારા રજૂઆત કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!