Proud of Gujarat
GujaratFeaturedINDIA

ચોરીની ત્રણ મોટરસાયકલ સાથે એક ઇસમને ઝડપી પાડતી અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ.

Share

અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકના કર્મીઓ પેટ્રોલીંગમાં હતા દરમિયાન મળેલ બાતમીના આધારે દિવા રોડ પર આવેલ મંગલમૂર્તિ સોસાયટીની પાછળ આવેલ ઝૂંપડપટ્ટી નજીકથી ચોરીની મોટરસાયકલ સાથે એક ઇસમને પકડી પાડવામાં આવ્યો હતો.

જે બાદ અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે ઝડપાયેલ ઈસમ સંદીપકુમાર બાબુભાઇ પ્રજાપતિ રહે, કૃષ્ણનગર અંકલેશ્વર નાઓની સઘન પૂછપરછ કરતા તેના ઘર નજીક થી ચોરીમાં ગયેલ અન્ય બે એક્ટિવા પણ પોલીસે કબ્જે કરી હતી,જે બાદ ઝડપાયેલ ઈસમ સંદીપ સામે શહેર એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

Advertisement

અંકલેશ્વરમાંથી ઝડપાયેલો ભેજાબાજ ઈસમ પ્રથમ અંકલેશ્વરના સોસાયટી વિસ્તારોમાં ફરીને રેકી કરતો હતો જે બાદ તે બાઇક તથા મોટરસાયકલની ચોરી કરી લઇ જઇ તેની નંબર પ્લેટ કાઢી નાંખી બાઇકના સ્પેરપાર્ટ છુટા કરીને ભંગારમાં વેચી દેતો હતો. જોકે તેના સાતીર ગુનાહિત દિમાગ આખરે તેને જેલના સળિયા પાછળ ધકેલાયો છે.

હારુન પટેલ : ભરૂચ
મો. 99252 22744


Share

Related posts

ભરૂચ જિલ્લા કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી : ઈ-મેલ મળતાં પોલીસ તાત્કાલિક એક્શનમાં, તપાસ બાદ કશું ન મળ્યું

ProudOfGujarat

ભરૂચનાં માંચ ગામમાં મુસ્લિમ સમાજ દ્વારા હઝરત ગરીબ નવાજના ઉર્સની શાનદાર ઉજવણી કરાઇ જેમાં સેંકડો લોકોએ ભાગ લઇ ધન્યતા અનુભવી હતી.

ProudOfGujarat

ખેડા : ઠાસરામાં બનાવટી માર્કશીટ-સર્ટીફીકેટ રેકેટમાં મુખ્ય સૂત્રધાર આરોપી ઉત્તરપ્રદેશથી ઝડપાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!