Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભાઇ-ભાઇ…..ભાજપના કાર્યાલય પાસે કોંગ્રેસના ઉમેદવારને મળવા કાર્યકરોની પડાપડી, અંકલેશ્વરનો વિડિયો વાયરલ.

Share

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની મોસમ જામી છે ત્યારે રાજકીય માહોલ તેની ચરમસીમાએ પહોંચ્યો છે, પરંતુ આ બધા વચ્ચે કેટલાક એવા ઘટનાક્રમો પણ સર્જાઈ રહ્યા છે જે લોકો વચ્ચે ચૂંટણીના માહોલમાં સતત ચર્ચાનું કેન્દ્ર બની રહ્યા છે, એમાં પણ ચૂંટણી મય માહોલની ગરમા ગરમીમાં સંબંધો પણ સચવાતા નજરે પડી રહ્યા છે.

થોડા દિવસો અગાઉ ભરૂચ કલેક્ટર કચેરી સંકુલમાં જ્યાં ભાજપ કોંગ્રેસના ઉમેદવારો રમેશ મિસ્ત્રી અને જયકાંત પટેલ એક બીજાને શુભેચ્છાઓ આપતા નજરે પડ્યા હતા તો બીજી તરફ પક્ષ પલ્ટો કરી ગયેલા નેતાઓ પણ એકબીજાની પાર્ટીને જોઈ ભેટો થઇ જતા સામ સામે શુભેચ્છાઓ આપી હતી.

Advertisement

ત્યારે આ સમગ્ર ઘટનાક્રમો બાદ હવે અંકલેશ્વર-હાંસોટ વિધાનસભા મત વિસ્તારનો એક વીડિયો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે, આ બેઠક ઉપર બે સગા ભાઇઓ વચ્ચે જંગ જામ્યો છે જેમાં ભાજપના ઉમેદવાર ઇશ્વરસિંહ પટેલ છે તો કોંગ્રેસના ઉમેદવાર વિજયસિંહ પટેલ ઉર્ફે વલ્લભ દાસ છે. હાલ આ બેઠકને જીતવા માટે બંને પક્ષો તરફથી પ્રચાર પ્રસાર કરવામાં એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યુ છે.

અંકલેશ્વરમાં પ્રચાર કરવા પોતાના સમર્થકો સાથે નીકળેલ કોંગ્રેસના ઉમેદવાર વિજયસિંહ પટેલનો કાફલો જ્યારે ભાજપના ઉમેદવાર ઈશ્વરસિંહ પટેલના ચૂંટણી કાર્યાલય પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે અચાનક કાફલો કાર્યલય પાસે કાર્યાલય પાસે ધીમી ગતિએ થતા જ કાર્યાલય પર ઉપસ્થિત ભાજપ સમર્થક કાર્યકરો કોંગ્રેસના ઉમેદવાર તરફ દોડી જઈ તેઓની સાથે શુભેચ્છા મુલાકાત કરતા નજરે પડ્યા હોય તેવો વાયરલ વીડિયો ચૂંટણી મય માહોલ વચ્ચે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.


Share

Related posts

ઓક્ટોબર-નવેમ્બર-૨૦૧૯ માં થયેલ કમોસમી વરસાદથી નર્મદા જિલ્લાના ખેડુતોના પાકને થયેલા નુકશાન અંગે ધરતીપુત્રોને અનુરોધ.

ProudOfGujarat

રાજપીપળાની જનતાને એક ફોન કૉલમાં ઘર બેઠા મળશે સુવિધાઓ : પાલિકાનો નવતર અભિગમ.

ProudOfGujarat

ભરૂચમાં એસજી આંગડીયાના સ્ટાફના બે શખ્સો 74 લાખનું ફૂલેકું ફેરવી ફરાર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!