Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરમાં દુકાનદારને માર મારનાર ઇસમને ઝડપી પાડતી અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ

Share

અંકલેશ્વરમાં ચૌટાનાકા વિસ્તારમાં સ્ટેટ બેંકની સામેની સાઈડમાં આવેલી સોડાની દુકાન ચલાવતા શખ્સ ઉપર તેના અન્ય હરીફ ધંધાદારી ઇસમે તેની દુકાનમાં ઘૂસી આવીને માર મારી દુકાનમાં નુકસાની કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેની સમગ્ર ઘટના દુકાનમાં રહેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ મામલે દુકાનદાર ઝુબેર અબ્દુલ મજીદ મેમન ઉ.વ .૪૦ એ અંકલેશ્વર શહેર એ-ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો રજીસ્ટર કરી અને ફરિયાદી એ આપેલ ફરિયાદ આધારે અંકલેશ્વર પોલીસ દ્વારા માર મારનાર ઇસમ મુદસ્સર નાસીર જાતે શેખ ઉ.વ. ૩૫ રહે, જુનેદ એપાર્ટમેન્ટ ભાટવાડ અંકલેશ્વર જી.ભરૂચને તુરંત શોધી કાઢી જેલ હવાલે કરેલ અને આરોપી વિરૂધ્ધ અટકાયતી પગલા લેવામાં આવેલ છે.

Advertisement

Share

Related posts

“આદિ કર્મયોગી અભિયાન – રિસ્પોન્સિવ ગવર્નન્સ પ્રોગ્રામ” શુભારંભ અંર્તગત આદીવાસી સમૃ્દ્વિ અને સાંસ્કૃતિક વારસાના જતન માટે વિવિધ પ્રકારની કામગીરી હાથ ધરાશે

ProudOfGujarat

હવે લગ્ન પ્રસંગમાં 200 વ્યક્તિઓની હાજરીને અપાઈ છૂટ ? કેવી રીતે ?…જાણો વધુ.

ProudOfGujarat

ભરૂચ એલસીબી પોલીસે અંકલેશ્વર સહીત અન્ય બે તાલુકોમા બાઈકની ચોરીના ગુનાને અંજામ આપનાર બાઈક ચોરને ઝડપી પાડી પાંચ વાહનો કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!