Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર : સારંગપુર નજીક આદર્શ નગર સોસાયટીમાં રહેતા પરપ્રાંતીય યુવકે અગમ્ય કારણોસર રૂમમાં ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી.

Share

અંકલેશ્વર તાલુકાના સારંગપુર નજીક આદર્શ નગર સોસાયટીમાં રહેતા પરપ્રાંતીય યુવકે અગમ્ય કારણોસર રૂમમાં ગળે ફાંસો ખાય આત્મહત્યા કરી લેતા અરેરાટી વ્યાપી જવા પામી હતી. પોલીસ સૂત્રીય માહિતી મુજબ મૂળ યુપીનો અને હાલ અંકલેશ્વરના સારંગપુર નજીક આવેલ આદર્શ નગર સોસાયટીમાં રહેતો 19 વર્ષીય મનીષ કુમાર મુન્નારામ જીઆઇડીસીમાં ખાનગી કંપનીમાં નોકરી કરે છે, ગત તા,9 મીના રોજ તેની સાથે રહેતા બે મિત્રો બહાર જતા તે રૂમમાં એકલો હતો તે દરમ્યાન તેણે કોઈક અગમ્ય કારણોસર રૂમમાં પાઇપ સાથે રૂમાલ વડે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. આ અંગેની જાણ તેના બે મિત્રો થતા તેઓએ તાત્કાલિક જીઆઇડીસી પોલીસ મથકમાં જાણ કરતા પોલીસ દોડી આવી મનીષ કુમાર મુન્નારામના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

ગોધરામાં વિવિધ ટ્રેડ યુનિયન દ્વારા બે દિવસની હડતાળ ની શહેરમાં અસર : રેલીયોજી કલેકટર ને આવેદનપત્ર પાઠવ્યું

ProudOfGujarat

પેટ્રોલ અને ડીઝલનાં અસહ્ય ભાવ વધારો સામે કોંગ્રેસ દ્વારા ઉમરપાડા મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું.

ProudOfGujarat

વાલીયા ઔદ્યોગિક તાલિમ સંસ્થા ખાતે વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!