Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર જીઆઈડીસી સ્થિત જૂની કોલોની ખાતે ભરૂચ એલસીબી પોલીસે એક જુગારધામ ઉપરથી 2.13 લાખ ઉપરાંતના મુદ્દામાલ સાથે આઠ જેટલા જુગારીઓને ઝડપી પાડયા.

Share

ભરૂચ એલસીબી પોલીસને મળેલી નકકર બાતમીને આધારે અંકલેશ્વર વાલિયા રોડ સ્થિત જૂની કોલોની ખાતે મકાન નં.સી/48માં જુગારની મહેફિલ જામી છે તેના આધારે રેડ કરતા આઠ જેટલા શખ્સો પત્તા પાનાંનો જુગાર ખેલતા આબાદ ઝડપાઇ ગયા હતા.પોલીસે કુલ આઠ જુગારીઓ પાસેથી 2.13 લાખનો રોકડ સહીતનો અન્ય મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને તમામ વિરુદ્ધ જુગારધારાની કલમ હેઠળ ગુનો દર્જ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી. આ જુગારીઓમાં ચંદ્રકાન્ત જાંબુ રહે.જૂની કોલોની, આશિષ ભાર્ગવ પાંડે રહે.જલધારા ચોક્ડી, મનીષ કનુ ડોબરીયા રહે.યમુના એપાર્ટમેન્ટ, પ્રવિણ પ્રભુ કટુડીયા રહે.જલધારા ચોક્ડી, ઉર્વેશ સુરેશ પટેલ રહે.સાકાર એપાર્ટમેન્ટ, નીરજ બબા પટેલ રહે.સદવિદ્યા કોમ્પ્લેક્ષ, રાકેશ નટવર પટેલ, રહે.ગડખોલ પાટિયાનો તેમજ અન્ય ઈસમ નો સમાવેશ થાય છે.

Advertisement

Share

Related posts

નર્મદા મૈયા બ્રિજની સેફ્ટી ગ્રીલ પર ભરૂચના ઈતિહાસની ઝાંખી દર્શાવતું પેઈન્ટીંગ બનાવવાની માંગ : આત્મહત્યા રોકવા લગાવાયેલી સેફ્ટી ગ્રીલને કલાત્મક ઓપ આપી ભરૂચની સાંસ્કૃતિ અને ઐતિહાસીક વરસાની ઓળખ બનાવવા રજુઆત

ProudOfGujarat

સુરત : ફુટવેર માં 12% જી.એસ.ટી લાદવામાં આવતાં સરકાર સમક્ષ ફુટવેર એસોસિયેશનનો વિરોધ.

ProudOfGujarat

ભરૂચ સિવિલ હોસ્પિટલમાં કોરોનાની સારવાર દરમિયાન દમ તોડતા દર્દીઓનાં ગુમ થાય છે દાગીના…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!