Proud of Gujarat
Crime & scandalFeaturedGujaratINDIA

અંકલેશ્વર તાલુકાના માંડવા ગામે થી એક બુટલેગર ને ઝડપી પાડતી એલ.સી.બી

Share

મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુજરાત રાજય ગાંધીનગર નાઓ તરફથી રાજયમાં દારૂબંધી નો સખ્ત અમલ કરાવવા સારૂ સ્પેશયલ ડ્રાઇવ રાખવામાં આવેલ હોય પોલીસ મહાનિરિક્ષક અભય ચુડાસમા સાહેબ વડોદરા રેન્જ વડોદરા તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ નાઓ તરફથી જીલ્લામાં દારૂ વેચાણની પ્રવૃતિ નેસ્તનાબુદ કરવા સુચના આપવામાં આવેલ હોય જે અનુસંધાને ભરૂચ એલ.સી.બી.ના પોલીસ ઇન્સ્પેકટર જે.એન.ઝાલા નાઓના માર્ગદર્શન હેઠળ ભરૂચ એલ.સી.બી.ના અનુસંધાને આજરોજ મળેલ બાતમી હકીકત આધારે અંકલેશ્વર તાલુકાના માંડવા ગામે રહેતો જયહિંદ સુકાભાઇ વસાવા ઉ વ ૨૦ રહે તળાવફળીયુ માંડવાગામ તા અંકલેશ્વર જી ભરૂચ નાઓએ માંડવા તળાવ ના કિનારે બાવળની ઝાડીમાં વેચાણ કરવા સારૂ એક અજાણ્યા ઇસમ જેનું પુરૂ નામ સરનામુ જણાયેલ નથી જેની પાસે મંગાવી સંતાડેલ જે ભારતીય બનાવટ ના વિદેશી દારૂની કુલ બોટલ નંગ – ૧૪૮ તથા બીયર ટીન નંગ ૨૪ મળી કુલ કી. રૂ. ૨૦૦૦૦/- નો પ્રોહી મુદ્દામાલ સાથે પકડાઇ ગયેલ હોય પકડાયેલ આરોપી જયહિંદ સુકાભાઇ વસાવા ઉ.વ. ૨૦, રહે. તળાવફળીયુ, માંડવા ગામ, તા. અંકલેશ્વર, જી. ભરૂચ તથા એક અજાણ્યા ઇસમ વિરૂધ્ધમા અંકલેશ્વર શહેર પો. સ્ટે. મા કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે.

Advertisement

Share

Related posts

કલેકટર ઉદિત અગ્રવાલે ગોધરાનાં નહેરૂબાગની પુન:નિર્માણની કામગીરી નિહાળી સલાહસુચનો આપ્યા.

ProudOfGujarat

ભરૂચના ઝધડિયા તાલુકાના તરસાલી ગામે મોહદ્દીષે આઝમ મિશન બ્રાન્ચ દ્વારા છઠ્ઠા સમુહ લગ્નોત્સવ યોજાયો.

ProudOfGujarat

ભરૂચ : રોટરી ક્લબ ઓફ નર્મદા નગરી દ્વારા ખાદી શો ના ઉદ્ધાટન કાર્યક્રમનું આયોજન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!