Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર પંથકમાં તસ્કરોનો તરખાટ પોલીસની પાંખી હાજરીનો લાભ લેતા તસ્કરો.

Share

અંકલેશ્વર પંથકમાં તસ્કરો સક્રિય થઈ ગયા છે એકબાજુ જયાં પોલીસતંત્રનાં મોટાભાગનાં જવાનો કેવડીયા ખાતે બંદોબસ્તમાં ગયા છે ત્યારે બીજીબાજુ અંકલેશ્વર પંથકમાં તસ્કરો સક્રિય થઈ ગયા છે જેમાં હાલ મળતી વિગત મુજબ અન સેવાસદન પાસેના રાજકમલ આર્કેટ શોપિંગની દુકાનોમાં ચોરી થઈ હોવાનો બનાવ બન્યો હતો

એમ જાણવા મળ્યું છે કે અંદાજિત 8 થી 10 દુકાનોના તાળાં તૂટયા છે એટલું જ નહીં પરંતુ તસ્કરોએ દુકાનનનાં શટરોનાં તાળાં તોડી શટરો ઊંચા કરી દુકાનોમાં પ્રવેશ કરી રોકડા રૂપિયા સહિત માલસામાનની ચોરી કરી હતી. આ બનાવ અંગે અંકલેશ્વર શહેર પોલીસે ઘટના સ્થળે જઇ તપાસની શરૂઆત કરેલ છે જોકે તસ્કરો પૈકી એક તસ્કરે પ્રથમ દુકાનમાં જઇ સીસીટીવી સાથે પણ ચેડાં કર્યા હોવાનું જણાઈ રહ્યું છે. મોડી રાત્રે થયેલ આ ચોરી અંગે અંકલેશ્વર પોલીસ મથક ખાતે બપોરનાં 1 વાગ્યા સુધી ચોરીમાં કેટલો માલસામાન ગયો તે અંગેની ચોકકસ વિગત મળી શકી ન હતી અને પંથકનાં વિવિધ પોલીસ મથકનાં કર્મચારીઓ કેવડીયા ખાતે બંદોબસ્તમાં ગયા છે ત્યારે તસ્કરો આ તકનો ફાયદો લઈ રહ્યા હોય તેવી લોકચર્ચા ચાલી રહી છે.

Advertisement

Share

Related posts

રાજપીપળા : ગરૂડેશ્વર તાલુકાનાં ભુમલીયા ગામે જુગારની રેડ, ત્રણ જુગારીઓ ઝડપાયા, ત્રણ વોન્ટેડ.

ProudOfGujarat

હનુમાન જયંતિ ના પાવન પ્રંસંગે શ્રી હનુમાન દાદા ને ૫૦૧ કિલો નો મિલ્ક કેક નો ભોગ

ProudOfGujarat

વડોદરાની સયાજી હોસ્પિટલમાં મહિલા દર્દીને નવજીવન બક્ષી સરકારી હોસ્પિટલે ઉત્તમ સેવાનો દાખલો બેસાડ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!