Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર : કનોરિયા ચોકડી નજીક આવેલ આગમ લાઈફ સાયન્સ કેમિકલ કંપનીમાં કામદારને ગેસની અસર થતા સારવાર હેઠળ ખસેડાયો..!!

Share

ભરૂચ જિલ્લામાં ઔધોગિક નગરી અંકલેશ્વરમાં અવારનવાર અકસ્માતોની ઘટનાઓ સામે આવતી રહેતી હોય છે, કેટલીક ઘટનાઓમાં કંપનીઓમાં કામ કરતા કામદારો મોત થાય છે તો કેટલાક બનાવોમાં ગંભીર રીતે ઘાયલ થતા હોવાથી લાંબી સારવાર લેવાનો વારો આવતો હોય છે.

અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં કનોરિયા ચોકડી નજીક આવેલ આગમ લાઈફ સાયન્સ કેમિકલ કંપનીમાં પણ કંઇક આજ પ્રકારની એક ઘટના બની છે, જેમાં એમોનિયા ગેસની અસર થતા એક કામદારને સારવાર અર્થે ખસેડાયો છે,હાલ મામલા અંગે અંકલેશ્વર જીઆઇડીસી પોલીસે મામલે વધુ તપાસ હાથધરી છે..!!

મહત્વનું છે કે અવારનવાર સર્જાતા આ પ્રકારના ઔધોગિક અકસ્માતો અંગે લાગતા વળગતા તંત્રના અધિકારીઓએ પણ અકસ્માતો અંગેની ઉંડાણપૂર્વકની તપાસ કરવા સાથે જો બેદરકારી જણાતી હોય તેવા ઔધોગિક એકમો સામે સપાટો બોલાવવા સાથે કડક કાર્યવાહી કરવામાં આવે તો કંઇક અંશે આ પ્રકારની નાની મોટી ઘટનાઓ અટકી શકે તેમ છે..!!

Advertisement

Share

Related posts

વડોદરામાં લોકોની નજર ચૂકવી મોબાઈલની ચોરી કરતો શખ્સ ઝડપાયો.

ProudOfGujarat

DGVCL ટીમોએ ભરૂચ તથા નર્મદા જિલ્લામાં સંપૂર્ણપણે વીજ પુરવઠો પુનઃસ્થાપિત કર્યો

ProudOfGujarat

વિરમગામના ચંદ્રનગર ગામે નૂતન રામજી મંદિરના ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!