Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર જી.આઇ.ડી.સી. પાસેથી બાતમીનાં આધારે જુગારધામ પકડી પાડતી પોલીસ કુલ રૂ.91,930 નો મુદ્દામાલ કબ્જે કર્યો.

Share

અંકલેશ્વર રૂરલ પોલીસનાં ઇન્ચાર્જ અતુલકુમાર બંસલ નાઓ પેટ્રોલીંગમાં હતા દરમ્યાન બાતમી મળી હતી કે યોગી એસ્ટેટની પાછળનાં ભાગે આવેલ ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો હારજીતનો જુગાર રમી રહ્યા છે. જે બાતમીનાં આધારે રેઇડ કરતા કેટલાક ઈસમો જુગાર રમતા ઝડપાયા હતા. પોલીસે ઝડપી પાડેલ આરોપીમાં (1) દીપકભાઈ અરવિંદભાઈ વસાવા રહે. નિરંતનગર,બોરભાઠા (અંકલેશ્વર) (2) શનીભાઈ રામવિલાસ ચૌધરી રહે. કોસમડી,અંકલેશ્વર (3) મહેશભાઈ કાળુસિંગ સોલંકી રહે.પટેલ નગર,રાજપીપલા રોડ,અંકલેશ્વર (4) વિકાસ તુકારામ વસાવા રહે.એશિયન પેન્ટ ચોકડી ,અંકલેશ્વર (5) સંજયભાઈ રામસિંગભાઇ પારઘી રહે.ગોલ્ડન પોઇન્ટ,અંકલેશ્વર (6) સત્યવીરસીંગ મોહનસીંગ યાદવ રહે. લક્ષ્મણનગર,અંકલેશ્વર નાઓને ઝડપી પડી અંગ ઝડતીમાંથી રોકડ રકમ રૂપિયા 9,730 દાવ પરના રૂપિયા 2,500 તથા મોબાઈલ નંગ-7 રૂપિયા 19,700 તથા 2 ટુ-વ્હીલર રૂપિયા 60,000 મળી કુલ કિંમત રૂપિયા 91,930 નાં મુદામાલ સાથે પકડી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગાર ધારા કલમ 12 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

નેત્રંગ : શ્રી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિર ભક્તિધામ ખાતે હિંડોળા દર્શનનું આયોજન કરાયું

ProudOfGujarat

જામનગર મહાનગરપાલિકામાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાની રિવ્યૂ મિટિંગ યોજાઈ.

ProudOfGujarat

કરજણ નજીક આવેલી ઓનેસ્ટ હોટલ ખાતે વડોદરા જિલ્લા કોંગ્રેસ સમિતિ માયનોરિટી ડિપાર્ટમેન્ટ દ્વારા સંવાદ કાર્યક્રમ યોજાયો હતો…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!