Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરનાં નવાદીવા ગામેથી જુગારનાં બે આરોપીને ઝડપી પાડતી એલ.સી.બી.

Share

અંકલેશ્વરનાં નવાદીવા ગામેથી રૂપિયાની હારજીતનું ચાલતું સટ્ટા-બેટિંગનું જુગારધામ ભરૂચ એલ.સી.બી. ની ટીમે પકડી પાડયું છે.

આ બનાવની મળતી વિગતો અનુસાર પોલીસ મહાનિરીક્ષક હરિકૃષ્ણ પટેલ રેન્જ વડોદરા, ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા ભરૂચમાં ચાલતી દારૂ/જુગારની પ્રવૃતિઓને નેસ્ટ નાબૂદ કરવા માટેની સૂચના મળતા એલ.સી.બી. ની ટીમને બાતમી મળેલ કે અંકલેશ્વરનાં નવાદીવા ગામે શામજી ફળિયામાં જાહેરમાં આંક ફર્કનાં આંકડાનો હારજીતનો જુગાર ચાલે છે જે બાતમીનાં આધારે નવાદીવા ગામે એલ.સી.બી. ની ટીમે દરોડો પાડતા જાહેરમાંથી સટ્ટા બેટિંગનો જુગાર રમતા બે શખ્સો (1) મનીષ ઉર્ફે કાનો નટવરભાઈ વસાવા રહે. નવાદીવા શામજી ફળિયું,અંકલેશ્વર (2) મહેશભાઇ રેશ્માભાઈ વસાવા રહે. નવાદીવા પટેલ ફળિયું, તા.અંકલેશ્વર નાઓને જાહેરમાં જુગરા રમતા પોલીસે રોકડ રકમ રૂ.10,985 નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડયા છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

સુરતના વરાછામાં ગંદકીનું સામ્રાજ્ય : ભરશિયાળે ચોમાસા જેવો માહોલ.

ProudOfGujarat

જંબુસર તાલુકાના મગણાદ ગામની પ્રાથમિક મિશ્ર શાળા ખાતે ગરીબ તથા મધ્યમવર્ગના વિદ્યાર્થીઓને ગણવેશ વિતરણ કરાયા

ProudOfGujarat

અંકલેશ્વર : દઢાલ અમરાવતી નદી પરનો પુલ બંધ થતાં અન્ય રસ્તાની વ્યવસ્થા કરી આપવા ગ્રામજનોએ આવેદન પાઠવી રજૂઆત કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!